________________
[ ૩૫૪ ]
શ્રી મહાવીર જીવનત એક નજીવી ભૂલનો પશ્ચાતાપથી કેવળજ્ઞાન પામી જનાર આર્યા મૃગાવતીજીની તેજછાયા કેના હૃદયનું આકર્ષણ નથી કરતી? અને શિષ્યાને કેવળજ્ઞાનમાં ભાગ પડાવનાર ચંદનબાળાજી કોના ચિત્તને નથી ચમકાવતા ? શ્રેણિક રાજાએ પોતાની તેર રાણીઓને પિતાના હાથે દીક્ષા અપાવી હતી. તેમના મૃત્યુ પછી વિધવા બનેલી દશ રાણીઓએ પ્રભુ હાથે સંયમિત બની કઠિન તપમાગે ગમન કરી જીવનચર્યા શોભાવી હતી.
પ્રભુને પ્રશ્ન પૂછનાર જયંતિ શ્રાવિકા જેવા સુઅભ્યાસી સાધ્વીરને શાસનભાના સ્વસ્તિક બની જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીની નિર્મળતા સાધી અંતે માસિક સંલેખનાપૂર્વક મોક્ષ પામ્યા હતા.
પ્રભુ મહાવીરે સીદાતા નારીવર્ગને ઉદ્ધાર કરી સર્વ આત્માઓની સમાનતા સમજાવી દરેક ઉચ્ચ અધિકારો સાથે આત્મકલ્યાણની શક્તિ વિકસાવવામાં સહાયક બની નારી શકિતનું સંરક્ષણ કર્યું. અમુક તારતમ્ય હોવા છતાં સાધુ અને સાધ્વી બન્નેને એક સરખું જ આરાધકપણું બતાવ્યું હતું. એટલે આગમસૂત્રમાં જ્યાં જ્યાં સાધુ આચારનું ખ્યાન આવે છે ત્યાં ત્યાં “સે ભિખુ વા ભિખુણી વા” એ જ વાકય પ્રવેગ આવે છે! એ સમાનતા નથી તે શું છે? પ્રભુ મહાવીરની આ પ્રભુતા જેવી તેવી નથી ! પ્રભુની એ પ્રભુતા પીછાણવાનો સમય પાકી ગયે છે!
- પ્રભુના શાસનનો ત્રીજો સ્થંભ એટલે શ્રાવકો. આણંદ વગેરે ઉત્કૃષ્ટ કોટીના આરાધક શ્રાવક હતા.તે સિવાય મ ડ્રક, શંખ, ત્રાષિભદ્ર ટંક કુંભાર વગેરે બારવ્રતધારી અનેક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org