________________
પ્રભુની પ્રભુતાને પમરાટ
[ ૩૫૩ ] શક્તિ રહેલી છે. પ્રભુએ આ રીતે સ્ત્રી શકૃિતને પરિચય આપ્યો અને નારી જગતને ઉદ્ધાર કરી ચંદનબાળા, પ્રિયદશના, મૃગાવતિ વગેરે ક્ષત્રિય બાળાઓ,દેવાનંદાવગેરે બ્રાહ્મણ સ્ત્રીઓ તેમ જ અનેક વણિક બાળાઓ અને ક્ષુદ્રકુલમાં ઉત્પન્ન થયેલી બાળાઓને સંયમ સોપાને ચડાવી પંચમહાવ્રત અને પંચાચારપાલનના કઠિન નિયમે શીખવ્યા. સંસારની વાસનારૂપ કાદવમાં ખદબદતી અનેક સન્નારીઓને સન્માગે ચડાવી સાધુપદની જેમ સાધ્વીપદ પણ સાધનીય છે, એવું સિદ્ધ કર્યું. સાધુપદે અને સાધ્વીપદે અલંકૃત સ્ત્રી પુરૂષોને આત્મયની સાધના કરવા માટે એકસરખા સાધનો મોક્ષ રૂપ સાધ્ય સિદ્ધિને માટે પ્રભુ મહાવીરે બતાવ્યા. પ્રભુના હસ્તદીક્ષિત સાધુઓ ચૌદ હજાર ગણાય છે, તેમ આર્યા ચંદનબાળાજીના નેતૃત્વ નીચે સંયમની સુંદર સાધના કરતા સાધ્વીછંદમાં છત્રીસ હજાર સાધ્વી રને ચમકતા હતા. એક એકથી ચડિયાતા એ સાધ્વીરને અગીયાર અંગના જ્ઞાનથી ભૂષિત હતા. કેઈ વિનયમાં, કોઈ વૈયાવચ્ચમાં, કોઈ તપમાં, કોઈ જ્ઞાન ધ્યાનમાં રમતા મહાસતી સાધ્વીજીએ પિતાના જીવનની સુરમ્ય સૌરભ પ્રસરાવી રહ્યા હતા. ચંદન સમ મધમધતાં છત્રીસ હજાર સાધ્વીજીઓનું નેતૃત્વ સંભાળતા ચંદનબાળાજીના તપ તેજ અલૌકિક હતા. મહાસરલાહુદયા અને મહાવિચક્ષણા આર્યા ચંદનબાળાજી નારીપદનું ગૌરવ હતા. પ્રભુએ એ સાધ્વીછંદમાં પોતાની પ્રભુતાના પ્રાણ પૂર્યા હતા.
પ્રભુના પુત્રીરત્ન આર્યો પ્રિયદર્શનાજીએ ચંદનબાળાજીના નેતૃત્વ નીચે એક હજાર સાધ્વીવૃંદના ગુરુ બની પ્રભુની પ્રભુતા વિકસાવવામાં સુંદર ફાળે આયે હતે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org