________________
પ્રભુની પ્રભુતાને પમરાટ, હજારે રાજાએ પોતાના મસ્તક પરના મુગટ ઉતારી કેશલંચન કરી મંડિત બન્યા ! હજારે રાજકુમારે નવેઢા રમણીઓને છેડી નવયુવાન વયમાં વિરતિધર બની મુકિતનારીના રસિયા બની મીંઢળબદ્ધા હાથે મુનિઓ બન્યા ! શાલિભદ્ર ધના જેવા અનેક ભેગવિલાસી શ્રેષ્ઠી પુત્ર અનલ સંપત્તિ અને સ્નેહ સરવાણી સમી સેહાગને છેડી કઠિન સંયમ પંથે સંચર્યા ! એટલું જ નહિ પણ ચંડાલ પુત્ર, ક્ષુદ્ર પુત્રે, ભિક્ષુકે, ચાર પુત્રે, હત્યારાઓ, પાપીઓ વગેરે કર્મનીચ અને જાતિહિન એવા અનેક આત્માએ પણ પ્રભુ મહાવીરના સંઘમાં ભળ્યા, પ્રભુએ કઈ પણ જાતના ભેદભાવ વગર રાજા અને રંક, શેઠ અને નેકર, તવંગર અને ગરીબ, ઉંચ અને નીચ દરેકને પિતાની ધર્મપાંખમાં સમાવ્યા! દરેકને વ્રતને, નિયમનો, જ્ઞાનને, ધ્યાનને, તપ, ત્યાગને, એક સરખે હિસ્સ આપી મુક્તિમાર્ગના મુસાફર બનાવી દરેકને એક સરખું મુકિતનગરનું રાણું પદ આપી દરેકને એક સરખા નવાજ્યા ! આ હતી પ્રભુની પ્રભુતા ! - ' પ્રભુએ સ્થાપિત કરેલા ચતુર્વિધ સંઘના શિરમુકુટસમાં
દ્રભૂતિ ગૌત્તમ જેવા અગ્યાર ગણધરે અને હજારે બ્રાહ્મણો નિર્મળ ચારિત્રપદના આરાધક બની જૈન શાસનના સુચારૂ સ્થંભ બની પ્રભુની પ્રભુતા વિકસાવી રહ્યા હતા. તેમના હસ્તે પ્રજિત બનેલા મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્રરાજર્ષિ, ઉદાચિ વગેરે હજારો ક્ષત્રિયકુમારે અને ક્ષત્રિયે, હજારો શ્રેષ્ઠિપુત્રે વણિકે, વગેરે મુનિધર્મમાં મહાલતી ચારે વર્ણની વ્યકિતઓ પ્રભુશાસનની અણમોલ સંપત્તિ હતી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org