________________
-
-
-
-
-
-
-
[ ૩૫૦ ]
શ્રી મહાવીર જીવન ચાર ગણુધરે માસિક અનશનપૂર્વક એ જ ગુણશીલ વનમાં કર્મ ખપાવી લે સીધાવ્યા. : પ્રભુ મહાવીરની પ્રભુતા અલૌકિક પ્રકારની હતી. જ્યાં
જ્યાં તેમના પાવન પગલા પડતા ત્યાં ત્યાં ધર્મની સરવાણી ફુટી નીકળતી. પ્રભુના ચૌદ હજાર શિષ્ય હતા, એ બધા સુકલિન અને રાજકુલિન હોવા ઉપરાંત ભારે દઢવમીં, પરમ તપસ્વી અને રત્નત્રયીના સાચા ઉપાસક હતા. પ્રભુએ દીક્ષા જીવનના બેંતાલીશમા વર્ષમાં પ્રવેશ કર્યો, એમની ઉંમર બહોતેર વર્ષની થવા આવી હતી. છતાં ધર્મપ્રરૂપણાનો તેમનો ઉત્સાહ જરાય ઓસર્યો ન હતે. કલાકોના કલાકો સુધી દેશનાઓ આપતા, તત્ત્વભરી ચર્ચાઓ કરતાં કદિ થાકતા નહિ. દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષ સુધી માત્ર કર્મ ખપાવવાની નેમ પર જ ઝઝુમ્યા. એના માટે જ આકરા તપ કર્યા, એના માટે જ ઉગ્ર વિહાર કરી મહા કઠિન ઉપસર્ગો વેડ્યા. આખરે કર્મક્ષય કરીને જ જંપ્યા! કેવળજ્ઞાન પામ્યા પછી પ્રભુએ લોકોત્તર સ્વરાજ્ય સિદ્ધ કર્યું. પ્રભુએ પોતાની આગવી પ્રભુતા સિદ્ધ કરી ત્રણ લોકના રાજા બન્યા.કરેલા સંક૯પ મુજબ આત્મલક્ષ્મીના માલિક બન્યા. એ લક્ષ્મી પાસે જગતની લક્ષ્મી સુચ્છ હતી! પરમ સંતુષ્ટ સુખમાં મહાલતા પ્રભુની પ્રભુતા ત્રણે લોકમાં પાંગરી ઊઠી! તેમની સેવામાં કોટીગમે ઈન્દ્રો અને દે નિયમિત હાજર રહેતા ! મેટા મેટા રાજાઓ અને મહારાજાએ તેમના ચરણમાં આળોટતાં. તેમના કીંકર બની પિતાનું સર્વસ્વ ન્યોછાવર કરતાં જરાય અચકાતા નહિ. ' પ્રભુના એક એક વચને અણમૂલા હતા. તેમના હદયદ્રાવક વચનોથી મહાપંડિત માની હજારો બ્રાહ્મણેએ પિતાનું બ્રાહ્મણત્વ છોડ્યું ! અને તેમના ચરણમાં સમાઈ ગયા ?
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org