________________
પ્રભુની પ્રભુતાને પમરાટ...!
[ ૩૪૯ ] હતું. શુભ વિચારથી કર્મોનાં ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થતાં મહાશતકજી ચારે દિશાઓમાં દૂર સુધી દેખતા અને જાણતા થયા હતા. ધર્મધ્યાનપૂર્વક તેમને સમય વીતી રહ્યો હતો. પણ તેમની ધર્મપત્ની રેવતીને આ ધર્મધ્યાન પસંદ ન હોવાથી એ દિવસે મહાશતક પાસે જઈ પિતાના અસભ્ય વર્તાનથી તેમને સતાવવા લાગી. વારંવાર તેમ કરતાં મહાશતક ચીડાઈ ગયા અને પિતાને ધર્મ ચૂકી ગયા. તેમના મુખમાંથી સહસા સરી પડ્યું: “ અરે રેવતી ! તું આટલી બધી ઉન્મત્ત બની કર્મ બાંધી રહી છે પણ સાતમા દિવસે જ અલસના રોગથી તારૂં મૃત્યુ આવવાનું છે એની તે જરાય ચિંતા જ કરતી નથી? અસમાધિથી મરણ પામી તું દુર્ગતિમાં જવાની છે, જરા શોચ !” પિતાના પતિના આવા વચનથી રેવતીને ભય લાગ્યું. “શું સાચે જ એમ થશે ? એમ વિચારતી સ્વસ્થાને આવી પણ એને કયાંય શાંતિ ન મળી, અને આખરે અલસના રોગથી પીડાઈને સાતમે દિવસે મૃત્યુ પામી. આ હકીકત જાણી પ્રભુએ મહાશતકને સમજાવવા અને બોલેલા કટુ વચનનું પ્રાયશ્ચિત કરાવવા ગૌત્તમને મોકલ્યા. ગૌત્તમે પણ ત્યાં જઈ પ્રભુના સૂચન મુજબ મહાશતકને ચેતાવ્યા. મહાશતક પણ પ્રભુની આજ્ઞા શિરસાવંઘ' કરી ભૂલનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થયા અને દેવલોકગામી બન્યા. - એવર્ષમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધરે રાજગૃહીના ગુણશીલ મૈત્યમાં માસિક અનશનપૂર્વક સર્વકર્મને ક્ષય કરી મેથસ્થાને પહોંચ્યા. અને એકતાલીશમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં કર્યું. ચાતુર્માસ પછી પણ ત્યાંની સ્થિરતા દરમ્યાન વ્યકત, મંડિત, મૌર્યપુત્ર અને અકલ્પિત એ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org