________________
[ ૩૪૮ ]
શ્રી મહાવીર જીવનજ્યોત ચાતુર્માસ પછી નાલંદાથી વિહાર કરી વિદેહદેશ તરફ વિચરતાં માર્ગમાં આવતા ગ્રામ નગરોમાં પ્રવચન ધારા વહાવતા મિથિલા નગરીમાં પધાર્યા. એ નગરીના માણિભદ્ર વનમાં સમવસરણની રચના થઈ. ત્યાંના જિતશત્રુ રાજા, ધારિણી રાણી વગેરે રાજ પરિવાર અને નગરજનોથી એ વનનું વિશાળ મેદાન ભરચક ભરાયું. અનેક ભાવિક આત્માઓએ પ્રભુની દેશના રૂપ જલ પ્રવાહમાં આત્મિક સ્નાન કરી આત્માને પવિત્ર બનાવ્યું. સભાજનો સંતુષ્ટ બની વીખરાઈ ગયા. સભા સમાપ્તિ પછી ઇન્દ્રભૂતિ ગૌત્તમે પ્રભુને વંદન અને પ્રદક્ષિણા પૂર્વક તિષશાસ્ત્ર સંબન્ધી મૂખ્ય વીશ પ્રક પૂછયા. તેના જવાબ પ્રભુએ એટલા બધા વિસ્તારપૂર્વક આપ્યા એ પ્રનત્તરીથી સૂર્ય પ્રજ્ઞાતિ અને ચંદ્રપ્રાપ્તિ જેવા મહાન જતિષશાસ્ત્રના રહસ્યભૂત ગ્રન્થ તૈયાર થઈ ગયા! પ્રભુએ ઓગણચાલીશમા વર્ષનું ચાતુર્માસ મિ.થેલા નગરીમાં પસાર કર્યું. - ચાતુર્માસ પછી વિદેહ દેશમાં વિચર્યા. અનેક શ્રદ્ધાળુ જનેને ધર્મ સમ્મુખ બનાવી સર્વવિરતિધર બનાવ્યા, અનેક ભાવિક જ શ્રાવકધર્મમાં આવી દઢધમી બન્યા. અદૂભુત ધર્મ પ્રભાવના કરી ચાલીશમા વર્ષનું ચાતુર્માસ ફરી મિથિલામાં કર્યું અને દેશના જલધર વરસાવી મિથિલાની પ્રજાને ધર્મપલ્લવિત બનાવી.
- ચાતુર્માસ પૂર્ણ થતાં મગધ તરફ વિહાર કરતાં પ્રભુ રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં પધાર્યા અને સ્થિરતા કરી. | રાજગૃહવાસી પ્રભુના ખાસ શ્રાવક મહાશતકે ગૃહસ્થધર્મની સુન્દર આરાધના કર્યા બાદ અનશનવ્રત સ્વીકાર્યું
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org