________________
પ્રભુની પ્રભુતાનો પમરાટ..
[ ૩૪૭] નામના અધ્યયનની રચના થઈ. મુનિઓના સચોટ જવાબથી અન્યતીથિએ નિરૂત્તર બની ચાલ્યા ગયા.
એ વખતે કાલેદાયી સાધુએ અશુભ કર્મબંધ, અગ્નિકાયના આરંભ, અને અચિત્ત પુગેના પ્રકાશ વિશે પ્રભુને પ્રશ્નો પૂછડ્યા. પ્રભુએ નવનીત સમા કમળ સ્વરથી તેના યથાર્થ ઉત્તર આપ્યા. આથી પરમ સંતુષ્ટ થયેલા કોલેદાયી મુનિ ધર્મધ્યાનમાં વિશેષ રક્ત બન્યા. છઠ્ઠ અઠ્ઠમ આદિ ઉગ્રતપના પરિણામે સંપૂર્ણ કર્મને ક્ષય કરી અનશન વતપૂર્વક મુક્તિગામી બન્યા.
એ વર્ષમાં પ્રભુના અગ્યારમાં પ્રભાસ ગણધર એક માસનું અણુસણ કરી ગુણશીલવનમાં નિર્વાણપદ પામ્યા. તેમ પ્રભુના અનેક અણગારે પણ વિપુલાચલ પર્વત પર અનશનપૂર્વક નિર્વાણ પામ્યા. તેમ જ નવી દીક્ષાઓ પણ ઘણી થઈ. એ સાડત્રીસમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં પસાર કર્યું. ચાતુર્માસ પછી મગધની રળીયામણ ભૂમિમાં વિચર્યા. દેશના જલથી મગધની ભૂમિને વધુ હરિયાળી બનાવી સુંદર ધર્મપ્રભાવના કરી. ફરી રાજગૃહીનગરીના ગુણશીલવનમાં પધાર્યા અને સમવસરણમાં આરૂઢ થઈ દેશના આપી. દેશના અંતે પ્રભુના વિનિતશિષ્ય શ્રી ગૌત્તમે અન્ય તથિઓની માન્યતાઓ વિશે ઘણું પ્રશ્ન કરી પ્રભુ પાસે સમાધાન મેળવ્યું. આ અલભ્રાતા અને મેતા નામના પ્રભુના બે ગણુધરેએ ગુણશીલ વનમાં માસિક સંલેખનાપૂર્વક પ્રભુની નિશ્રામાં મુક્તિપદ વર્યા. એ વર્ષનું આડત્રીસમું ચાતુર્માસ પ્રભુએ સપરિવાર રાજગહીના નાલંદા પાડામાં વિતાવ્યું..'
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org