________________
૩૧. પ્રભુની પ્રભુતાને પમરાટ...!
ધર્મધ્વજા ફરકાવતાં પ્રભુ મહાવીર મિથિલાનગરીમાં દીક્ષા જીવનનું છત્રીસમું ચાતુર્માસ વિતાવી મગધદેશને અનુલક્ષીને વિહાર કરતાં અનેક ગ્રામનગરમાં નિગ્રંથધર્મના પ્રવચને કરતાં રાજગૃહનગરના ગુણશીલ વનમાં સમવસર્યા.
- રત્નજડિત સમવસરણમાં ચતુમુખે દેશના આપી પ્રભુ અનેક આત્માઓના આકર્ષણનું ધામ બન્યા. એ વખતે ગુણશીલ વનમાં અન્યતીથિએ પણ સારી સંખ્યામાં એકત્રિત થયા હતા. ચૌદ હજાર શિષ્યથી પરિવૃત પ્રભુ એક આગવી પ્રભા પાથરી રહ્યા હતા. મંડનાત્મક પ્રવચન શૈલીથી પ્રભુની પ્રશંસા ચારે બાજુ પથરાયેલી હતી. પ્રભુની પ્રશંસા કરનારાઓની સંખ્યા ઘણી હતી, તેમ પ્રશંસા સહન ન કરી શકનારાઓની પણ સંખ્યા તે હતી જ!
- ધર્મસભા પૂર્ણ થયા પછી કેટલાક અન્યતીથિઓએ આવીને પ્રભુને ઘેરી બેઠેલા પ્રભુના શિષે પર સીધો આક્ષેપ કર્યો! પ્રભુના વિદ્વાન શિષ્ય પણું તેને પ્રતિકાર કરતાં બને પક્ષે ચર્ચા જામી પડી ! પ્રભુના શિષ્ય અને અન્ય તીથીઓ વચ્ચે થયેલી ચર્ચાત્મક વાતચિતથી “ગતિપ્રવાદ”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org