________________
રત્નના વેપારી મહાવીર....!
[ ૩૪૫]
આ ભવને ભાવે, સુખે જીવન પસાર થાય. અને પરભવમાં બધા કર્ણો દૂર થાય. દ્રવ્ય રત્ન ગમે તેટલા મૂલ્યવાન હોય તે પણ તે પરિમિત પ્રભાવી અને એક જ ભવમાં સુખ આપી શકે ! ભાવરત્નોની પાસે એ દ્રવ્યરત્નોની કઇ કીંમત નથી!” પ્રભુના મુખથી રત્ન સંબંધી ખ્યાન સાંભળી કિરાતરાજા પ્રતિબંધ પામ્યા, બે હાથ જોડી વિનંતી કરીઃ “પ્રભુ! મને ભાવરત્નની બક્ષિસ આપે. દ્રવ્યરત્નનું મારે કોઇ પ્રોજન નથી!” પ્રભુએ રજોહરણ, ગુચ્છક વગેરે ચારિત્રમાર્ગના ઉપકરણે અપાવી કિરાતરાજાને દીક્ષિત બનાવી દીધા ! સ્વેચ્છરાજા કિરાત પણ ખૂબ જ હર્ષથી સંયમમાર્ગ સ્વીકારી પ્રભુ પાસેથી અનેક ગુણરત્ન મેળવ્યા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીને નિર્મળ બનાવતાં આત્મકલ્યાણ સાધી ગયા !
આવી રીતે રોના વેપારી પ્રભુ મહાવીરે ગુણરત્નોને વેપાર કરી અનેક નરરત્નને સાચા આત્મઝવેરી બનાવ્યા! પ્રભુ પાસેથી અમૂલ્ય રત્નની ભેટ મેળવી અનેક આત્માઓ તરી ગયા, અને કાયમને માટે રત્નસમ ચમકતી તિમાં
ચેત બની સમાઈ ગયા. • મહાવીર ભવિ આત્માઓના અંતરનું નૂર પારખનાર સાચા ઝવેરી હતા ! એમની પારખશક્તિ અગાધ હતી! એમની ઊંડી નજરમાં ભવ્યજનની ભવ્યતા સમાઈ જતી, પ્રભુ મહાવીર રત્નના પારખુ અને રત્નોના વેપારી હતા!!!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org