________________
[ ૩૪૨ ]
શ્રી મહાવીર જીવનત અને ગૌત્તમે તેનો સવિસ્તર ઉત્તર આપે. ઉદયમુનિને શ્રદ્ધા જાગ્રત થતાં ચતુર્યામ પરંપરા છેડી પ્રભુના પંચમહાવ્રતધર્મમાં પ્રવેશ કર્યો. એ વર્ષમાં જલિ, મયાલિ આદિ અનેક મુનિઓ વિપુલાચલ પર્વત પર અનશનવ્રત આદરી દેવલોકગામી બન્યા. દીક્ષા જીવનનું ચેત્રીસમું ચાતુર્માસ પ્રભુએ નાલંદામાં વિતાવ્યું. ..
ચાતુર્માસ પછી અનેક ગ્રામનગરને પવિત્ર કરતાં પ્રભુ ઘણું જાતના વેપારના મથક વાણીજયગ્રામે પધાર્યા. એ ગામમાં ધનાઢ્ય જૈન મતાવલંબી ઘણું શેઠિયાઓ રહેતા હતા. તેમાં સુદર્શન નામના શ્રાવકે પ્રભુની દેશના સાંભળ્યા પછી પ્રભુને કાલવિષયક પ્રશ્ન પૂછયો. પ્રભુએ તેની સમજુતી સાથે તેને પૂર્વભવ પણ કહી સંભળાવ્યા, એ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા સુદર્શને પ્રભુ પાસે દીક્ષા લીધી, કમે ચૌદપૂર્વના જ્ઞાતા બની બાર વર્ષ સુધી ચારિત્ર પાળી નિર્વાણપદ પામ્યા.
એ સમયે ત્યાંના રહેવાસી પ્રભુના પ્રથમ શ્રાવક આનંદ ગાથાપતિ ઉત્કૃષ્ટપણે શ્રાવકધર્મની આરાધના કરતાં પિતાનો અંત સમય જાણી અનશનવ્રત સ્વીકાર્યું હતું. ગૌચરી માટે ફરતાં ગૌત્તમે એ વાત સાંભળી, આખર સ્થિતિમાં રહેલા આનંદ શ્રાવકને દર્શન આપવા ગયા ! ગૌતમને આંગણે પધારેલા જોઈ આનંદ શ્રાવક ખૂબ આનંદિત થયા. વિધિપૂર્વક વંદન કરી શરીરથી કમજોર બનેલા આનંદ બે હાથ જોડી ગૌત્તમને પૂછ્યું: “ભગવન્! શ્રાવકધર્મ પાળનાર વ્યકિતને અવધિજ્ઞાન થાય ખરૂં ?” ગૌત્તમે કહ્યું “ હા, સરલ પરિણામી અને ધર્મમાં રકત એ શ્રાવક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org