________________
રત્નત્ના વેપારી મહાવીર...!
[ ૩૪૧ ] આસપાસ પ્રદેશમાં વિચરી ગ્રીષ્મ સમયે ફરી રાજગૃહી પધાર્યા અને ગુણશીલવનમાં સ્થિરતા કરી. એક દિવસ ગૌચરીથી પાછા ફરતાં ગૌત્તમને કાલેદાયી વગેરે અન્ય તીર્થિઓને ભેટો થયું. તેમણે ગૌત્તમને પંચાસ્તિકાય સંબંધી પ્રશ્ન પૂછયો. ગૌતમે કહ્યું: “મહાનુભાવે એ વિષયમાં તમે પોતે જ વિચાર કરશે તો રહસ્ય સમજાશે.” એવો જવાબ આપી ગૌતમ ગુણશીલવનમાં ચાલ્યા ગયા. પણ એ જવાબમાં તેમને કંઈ સમજ ન પડી. એટલે એ બધા તાપસ ગૌત્તમની પાછળ પાછળ પ્રભુના સમવસરણમાં પહોંચ્યા. સમય આવતાં પ્રભુએ મધુરગીરાથી કહ્યું “કાલેદાયિન્ ! તમારામાં પંચાસ્તિકાયની ચર્ચા ચાલે છે ને?” જી હા, “જ્યારથી આપે કરેલી પંચાસ્તિકાયની પ્રરૂપણું અમે સાંભળી છે, ત્યારથી પ્રસંગે પ્રસંગે અમારામાં એની ચર્ચા થાય છે ” કાલેદાયીએ કહ્યું. પણ પ્રભુ ! આપે પ્રરૂપેલા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરેની વાત સમજમાં નથી આવતીતે આપ કૃપા કરીને સમજાવે!”
પ્રભુએ પંચાસ્તિકાયની સુંદર અને વિસ્તૃત સમજુતી આપી. એ સાંભળીને સંશય નષ્ટ થતાં કાલેદાયીએ નિર્ચન્થ સંઘમાં ભળવાની ઈચ્છા જણાવી. પ્રભુએ તેને પ્રવ્રજિત બનાવ્યું. કમે કાલેદાયી મુનિ અગ્યાર અંગના જ્ઞાતા બન્યા.
રાજગૃહના ઈશાન ખૂણામાં નાલંદા નામનું એક ઉપનગર હતું, ત્યાં મહા ધનવાન એક લેપશ્રેષ્ઠી નામનો ગુહસ્થ રહેતો હતે. એ પ્રભુને પરમ ઉપાસક હતા. ત્યાં હસ્તિયામ ઉદ્યાનમાં એક વખત પ્રભુ સમવસર્યા. ત્યાં આયઉદય નામના પાર્શ્વનાથ પ્રભુના એક શિષ્ય ગૌત્તમને ત્રસકાય સંબન્ધી પ્રશ્ન પૂછયો.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org