________________
[ ૩૪૦ ]
| શ્રી મહાવીર જીવનત એવા મનુષ્ય સર્વ વિરાધક એટલે સંપૂર્ણ રીતે ધર્મના વિરાધક કહેવાય છે! પ્રભુના મુખથી તત્ત્વભર્યો જવાબ સાંભળી ગૌત્તમ સંતુષ્ટ થયા. તે પછી પણ તેમણે પ્રભુને ઘણું પ્રશ્નને પૂછી સમાધાન મેળવ્યું. પ્રભુ ચંપાના ઉપનગર પૃષ્ટચંપામાં પધાર્યા, ત્યાં પિઠર, ગાગલી વગેરે રાજાઓની દીક્ષાઓ થઈ. ત્યાંથી ફરી પાછા રાજગૃહીના ગુગશીલ વનમાં સમવસર્યા. ત્યાં કાલેદાયી વગેરે અન્યતીથીઓમાં પ્રભુએ પ્રરૂપેલા પંચાસ્તિકાયની ચર્ચા ચાલી રહી હતી. તે વખતે પ્રભુ પધાર્યા છે એમ સાંભળી ભાવિક નાગરિકે પ્રભુને વંદન કરવા જઈ રહ્યા હતા. તેમાં શાસ્ત્રાભ્યાસમાં નિપુણ એ મદદુક નામને શ્રાવક પણ પગે ચાલતે પ્રભુને વંદન કરવા જઈ રહ્યો હતો. કાલેદાયી વગેરે ચર્ચા કરતાં હતાં ત્યાંથી પસાર થયે. તેને જોઈ એક બીજા પરસ્પર બોલવા લાગ્યાઃ “જુઓ, આ શ્રાવક જાય છે, એને આપણે આ પ્રશ્ન કરીએ.” મદદુકને રેકીને અન્યતીથિઓએ તેને પ્રશ્ન કર્યો?
મહાનુભાવ! તારા ધર્માચાર્ય મહાવીરે પંચાસ્તિકાય પ્રતિપાદન કરી તેનું સ્વરૂપ બતાવ્યું છે તે બરાબર છે?” મદદુક શ્રાવકે પ્રભુના કથન મુજબ સત્ય ઉત્તર આપી અન્ય તીર્થિઓને નિરૂત્તર કરી પ્રભુના સમવસરણમાં ગયે. પ્રભુએ તેને કહ્યું: “મદદુક! આજે તે અન્ય તીથિઓને પ્રશ્નને ઉત્તર સમજી વિચારીને સારે આપે !” પ્રભુના મુખથી પિતાની પ્રશંસા સાંભળી મદદુક અત્યંત આનંદ પામ્ય! અને પ્રભુ પાસેથી ગુણરત્ન મેળવી મદદુક વિશેષ રીતે શ્રાવકધર્મનું પરિપાલન કરી અરૂણાભ વિમાનમાં દેવ
. સંયમી જીવનનું તેત્રીસમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં કર્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રભુ વિહાર કરી રાજગૃહીના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org