________________
,
,
રના વેપારી મહાવીર!
[ ૩૩૯ ] સંઘમાં સમ્મિલિત બની ગયા. જ્ઞાન. દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નોને સંપૂર્ણ પ્રકાશિત કરી શ્રમણધર્મની સાધના કરી મુકિતપદને પામ્યા. ત્યાંથી પ્રભુ વૈશાલી પધારી બત્રીશમું ચાતુર્માસ વ્યતીત કર્યું.
શીતઋતુમાં પ્રભુ મગધદેશની ભૂમિને પાવન કરતાં રાજગૃહીમાં ગુણશીલ વનમાં પધાર્યા. તે દિવસમાં એ વનમાં ઘણું અન્ય તીર્થિઓ એકઠા થયા હતા. એક બીજાના મતનું ખંડન કરતાં એ અન્ય દર્શનીઓમાં અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી હતી.
શ્રી ગૌતમ સ્વામીએ એ લોકોની ચર્ચા સાંભળી પ્રભુને પૂછ્યું: “ભગવદ્ ! કેટલાંક લેકે શીલને વખાણે છે, તે કેટલાક શ્રુતને વખાણે છે, આમાં સત્ય શું?”
પ્રભુએ કહ્યું: “ગૌત્તમ! ચાર પ્રકારના મનુષ્ય હોય છે. કેટલાક “શીલસંપન્ન હોય પણ શ્રુતસંપન્ન નથી હોતા, એવા મનુષ્ય શીલ એટલે ધર્મયુક્ત હેવાથી પાપ પ્રવૃત્તિથી દૂર રહે છે, પણ શ્રુત એટલે જ્ઞાન ન હોવાથી ધર્મના સ્વરૂપને જાણું શકતા નથી ! એવા મનુષ્ય ધર્મના આંશિક આરાધક હેવાથી દેશથી આરાધક કહેવાય છે. બીજા પ્રકારના મનુષ્ય “શ્રુતસંપન્ન હોય છે પણ શીલસંપન્ન નથી હોતા.” એ મનુષ્ય ધર્મને જાણે છે પણ પાપપ્રવૃત્તિથી દૂર ન હેવાથી ધર્મના આંશિક બાધક એટલે દેશ વિરાધક કહેવાય છે. ત્રીજા પ્રકારના મનુષ્ય “શીલસંપન્ન હોય છે અને શ્રુતસંપન્ન પણ હોય છે,” એ મનુષ્ય પાપથી નિવૃત્તિ અને ધર્મમાં પ્રવૃત્ત હોવાથી સર્વારાધક કહેવાય છે અને ચોથા પ્રકારના મનુષ્ય “નથી શીલસંપન્ન કેનથી શ્રુત સંપન્ન.”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org