________________
[ ૩૩૮ ]
- શ્રી મહાવીર જીવનત આતાપના લે છે, એવા દુષ્કર તપથી તેના મનના પરિણામ સરલ હોવાના કારણે કર્મોના ક્ષપશમથી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે. એ લબ્ધિઓના બળથી જુદાજુદા સે રૂપ કરી એ ઘરમાં રહી અને એ ઘરમાં ભેજન કરી લેકોને આશ્ચર્ય પમાડે છે. એ અંબડ જીવાજીવાદિ તને જાણકાર, અખંડ બ્રહ્મચારી અને ધર્મરક્ત હોવાથી કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરતો નથી! કઈ જાતની પારકી પંચાત કે નિંદામાં કદિ પડતો નથી ! સર્વજાતના પરિગ્રહથી મુક્ત છે. શુદ્ધ શ્રદ્ધાપૂર્વક સમક્તિ ભાવને ધારણ કરતા એ બાર વ્રતોને નિરતિચાર પાળી બ્રહ્મદેવલેકમાં જશે. અને મહાવિદેહમાં જન્મ લઈ સિદ્ધ થશે ! ” પ્રભુના મુખથી અંબડ તાપસની હકિકત સાંભળી ગુણાનુરાગી ગૌત્તમસ્વામી આનંદ પામ્યા.
પ્રભુએ વિદેહભૂમિ તરફ વિહાર કરી એકત્રીશમું ચાતુર્માસ વૈશાલીમાં શ્ય. ચાતુર્માસ પછી કાશી કૌશલના પ્રદેશમાં વિચરી ગ્રીષ્મઋતુમાં ફરી વિદેહભૂમિમાં પધાર્યા. વાણિજ્યગ્રામની બહાર દૂતિ પલાશ વનમાં દરરોજ ધાર્મિક પ્રવચને ચાલુ હતા. એક દિવસ વ્યાખ્યાન પછી પાર્શ્વનાથ પ્રભુના અંતે વાસી ગાંગેય નામના મુનિ પ્રભુ પાસે આવ્યા. પ્રનો પૂછી પ્રભુ પાસે તત્ત્વજ્ઞાન મેળવ્યું. પ્રભુ મહાવીરની શૈલી એટલી બધી સુંદર, સરલ અને તત્ત્વભરી હતી કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિને પૂર્ણ સંતોષ થતો. અને તેના અંતરમાં ગુણરત્ન આરેપિત થતાં. તેથી હદયપ્રકાશ મેળવી અનેક આત્માઓ કૃતકૃત્ય બનતા. ગાંગેય મુનિ પણ પ્રભુ મહાવીરને શુદ્ધ સ્વરૂપમાં પીછા ગયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી નમસ્કાર કરી પ્રભુની આજ્ઞા મેળવી પ્રભુના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org