________________
-
-
રના વેપારી મહાવીર..!
[૩૩૭ ] પ્રભુની સાથે થયેલી ધર્મચર્ચામાં મિલે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. આથી તેના મનને ખૂબ આનંદ થયો. શંકાએ વિલીન થઈ અને પ્રભુના ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગી. પ્રભુને વંદન કરીને કહ્યું: “પ્રભુ આપનું વક્તવ્ય યથાર્થ છે. પરંતુ હું આપની પ્રવજ્યા સ્વીકારી શકું એમ નથી. પણ શ્રાવકધર્મ પાળવાની મારામાં શક્તિ છે.” એમ કહી પ્રભુ પાસે સિમિલ બ્રાહ્મણે શ્રાવકના બારવ્રત ઉચર્યા. શ્રાવકધર્મનું સુંદર પાલન કરતાં નિર્ચન્વધર્મનું વિશેષ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુરક્ષચે સમાધિમરણની સાધના કરી દેવકગામી બન્યું.
પ્રભુએ સંયમી જીવનનું ત્રીશમું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરી પ્રભુ કેશલદેશના નગરમાં સ્થિરતા કરતાં કરતાં પાંચાલ દેશમાં પધાર્યા. કાંપિલ્યપુરના સહસ્ત્રાવનમાં સમવસરણ રચાયું. એ નગરના રહેવાસી અંબિડ પરિવ્રાજક સાતસે શિષ્યના પરિવાર સાથે પ્રભુ મહાવીરના ઉપદેશથી જૈન ધર્મના ઉપાસક બન્યા હતા; એ પરિવ્રાજકના વેશમાં જ રહીને શ્રાવકધર્મનું પાલન કરતાં હતાં.
ગૌચરીએ ફરતાં ગૌતમસ્વામીએ અંબડ તાપસની વાત સાંભળી પ્રભુ પાસે આવીને કહ્યું: “ભગવન્લેકે કહે છે કે અંબડ તાપસ કાંપિલ્યપુરમાં એકી સમયે સે ઘરમાં રહે છે અને સે રૂપમાં ભેજન કરે છે ! એ સત્ય છે?” “હા, ગૌત્તમ,” એ વાત તદ્દન સત્ય છે! અંબડ તાપસ વિનીત અને ભદ્ર પ્રકૃતિને આત્મા છે. હંમેશા છáના તપપૂર્વક સૂર્ય સામે ભુજાઓ લાંબી કરી સખત તાપમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org