________________
રને ના વેપારી મહાવીર...!
[ ૩૩૫ ] એ દિવસમાં ત્યાંના બાર વ્રતધારીશ્રમ પાસક કામદેવ શ્રાવક પિતાને કારભાર મેટા પુત્રને સોંપી પરિપૂર્ણ શ્રાવકધર્મનું પાલન કરતા હતા. એક દિવસ પર્વતિથિએ પિષધવ્રત લઈ કામદેવ ચૂસ્તપણે ધર્મજાગરિકા કરી રહ્યા હતા. તે સમયે મધ્ય રાત્રિએ કામદેવને ધર્મથી ચલિત કરવા માટે કઇ દેવ પૌષધશાળામાં પ્રગટ થયે અને પિશાચનું, હાથીનું તથા સપનું રૂપ લઈ કષ્ટદાયક ઉપસર્ગોથી કામદેવને ધ્યાનથી અને ધર્મશ્રદ્ધાથી ચલાયમાન કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ સુવર્ણની જેમ કસોટીએ ચડેલા કામદેવ ધ્યાનમાં અને આત્મવિશ્વાસમાં વધુ મજબુત બન્યા. તેમના અંતરમાં પ્રભુ પાસેથી ખરીદેલા ગુણરત્નો જડાઈ ગયા હોવાથી એ દેવ તેમના હૃદયમાં અશ્રદ્ધાના અંધારા પાથરી શક્યો નહિ. આવ્યો હતો અંધારા પાથરવા પણ કામદેવ પાસેથી એ દેવને શ્રદ્ધાનું અજવાળું પ્રાપ્ત થયું ! તેથી પ્રસન્ન થયેલે એ દેવ કામદેવની પ્રશંસા કરતાં ચાલ્યા ગયે - પ્રભાત સમયે કામદેવ પ્રભુના સમવસરણમાં ગયા. ધર્મદેશના પૂર્ણ થતાં પ્રભુએ તેને રાત્રિએ બનેલે બનાવ કહી સંભળાવ્યો. અને નિર્ચન્થ સાધુઓ અને સાધ્વીજીઓને સંબંધીને કામદેવનું દષ્ટાંત આપતા સમજાવ્યું: “આ શ્રાવક ગૃહસ્થ હોવા છતાં દેવે કરેલા ઊપસર્ગો તેણે સમતાભાવથી સહન કર્યા. તે દ્વાદશાંગી ભણનારા સંયમી આત્માએએ વિશેષ પ્રકારે ઉપસર્ગો સહન કરવા જોઈએ. પ્રભુની ઉપદેશધારાને સંયમી આત્માઓએ વિનયપૂર્વક ઝીલી અંતરમાં સ્થાન આપ્યું. ત્યાંથી પ્રભુ દશાણું દેશમાં પધાર્યા. ત્યાંના રાજા દશાર્ણભદ્ર પ્રભુ મહાવીરના અનુરાગી હોવાથી ઉત્સવપૂર્વક અદ્ધિ સમૃદ્ધિ સાથે ભારે ઠાઠથી પ્રભુને વંદન કરવા જવાની તૈયારી કરી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org