________________
૩૦. રત્નોના વેપારી મહાવીર..!
પ્રભુ મહાવીરના જીવનમાં અસંખ્ય ગુણરત્ન ચમકી રહ્યા હતા. ગુણરત્ન મઢયું મહાવીરનું જીવન પરમ આદરણીય હતું. ગુણ રૂપી રત્નોને વહેંચવા માટે સ્થાને સ્થાને અને નગરે નગરે રત્નમસ્યા સમવસરણ રૂપી પ્રભુની દુકાનો મંડાતી. અને ભાવિક જન શક્િત મુજબ ગુણરત્નની ખરીદી કરી જીવનને શણગારતા! ગુણરત્નોનો વેપાર કરતાં પ્રભુ રાજગૃહીના ચાતુર્માસ પછી વિહાર કરી ક્રમે ચંપાનગરીની પશ્ચિમ તરફ પૃષ્ટચપા નામનું ઉપનગર હતું ત્યાં પધાર્યા. ત્યાંના
જ સાલ અને યુવરાજ મહાસાલે પ્રભુને ગુણરત્નમલ્યો ઉપદેશ સાંભળ્યો. સાલરાજાને પ્રજિત થવાની ભાવના જાગતાં નાના ભાઈ અને યુવરાજને રાજ્યારૂઢ કરવાને નિશ્ચય કર્યો. પણ એ તે સંયમરાગી બની ચૂક્યા હતા. તેથી રાજ્ય લેવાની મેટા ભાઈને સ્પષ્ટ ના પાડી દીધી ! રાજ્યાધિકારી અન્ય કોઈ ન હોવાના કારણે સાલરાજાએ પિતાના ભાણેજ ગાગલી નામના રાજકુમારને બોલાવી તેને રાજ્યાભિષેક કર્યો. નૂતનરાજાએ એ બન્ને રાજાઓને સંયમ મહત્સવ કર્યો ! પ્રભુના વરદ હસ્તે સંયમી બનેલા સાલરાજા અને મહાસાલ મુનિગણમાં સમાઈ ગયા ! પુષ્ટચંપાથી પ્રભુ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org