________________
મીઠી ગોઠડી જ્ઞાનીની.....!
[ ૩૩૩ ] ત્યાંથી પ્રભુ મોકા નગરીને નન્દનવનમાં પધાર્યા, ત્યાં અગ્નિભૂતિ અને વાયુભૂતિના અનેક પ્રશ્નના ઉત્તર પ્રભુએ આપ્યા. મેકાનગરીથી પાછા ફરી વાણિજ્યગ્રામમાં દીક્ષા જીવનનું અઠ્યાવીસમું ચાતુર્માસ વિતાવ્યું.
ચાતુર્માસ પૂર્ણ થયા પછી વિદેહભૂમિ થઈ પ્રભુ રાજગૃહ નગરના ગુણશીલ વનમાં સમેસર્યા. રાજગૃહ નગરમાં પ્રભુના અનુયાયીઓ મોટી સંખ્યામાં હોવા છતાં અન્ય દર્શનીઓ પણ ઘણા હતા. બૌદ્ધ, આજીવક, વગેરે સંપ્રદાયના શ્રમણ અને ગ્રહ પણ સારી સંખ્યામાં હતા. પ્રસંગે પ્રસંગ એક બીજાની ખંડન પ્રવૃત્તિ પણ ચાલતી અને પરસ્પર ઉપહાસ પણ થતું. એ વખતે ગૌત્તમ અને મહાવીર વચ્ચે અન્ય સંપ્રદાયને લગતી લંબાણભરી પ્રનત્તરી થઈ. એ જ્ઞાનીઓની ગાડીમાં અનેક આત્માઓનું કલ્યાણ સમાયેલું હતું. મહાવીરના મુખમાં કદિ ખંડન ભાષાને સ્થાન ન હતું. સ્યાદવાદધર્મની અનોખી શૈલીથી પ્રભુ સંશયવિનાશક ઉત્તરે આપતા. પ્રભુના મુખથી ઉત્તરે સાંભળી ગૌત્તમસ્વામી અત્યંત આનંદ પામતા. એ વર્ષમાં રાજગૃહ નગરના વિપુલ પર્વત પર પ્રભુના ઘણું સાધુઓએ અનશનવ્રત કર્યા. દીક્ષા જીવનનું ઓગણત્રીસમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહી નગરીમાં વિતાવ્યું. ગૌત્તમ મહાવીરની ગોઠડી એ જ આપણું આગમસૂત્ર! એ આગમસૂત્રના જ્ઞાન વિના કેઈને નિતાર નથી. મીઠી ગોઠડી જ્ઞાનીની!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org