________________
...
મા
[ ૩૩૨ ]
શ્રી મહાવીર જીવનત સ્વામીએ એ હકીકત જાણી પ્રભુ પાસે આવીને પૂછ્યું: “પ્રભુ! શું શિવરાજષીનું કથન સત્ય છે ?' પ્રભુએ કહ્યું “ગૌત્તમ! શીવરાજપનું કથન અસત્ય છે. જંબુદ્વિપ વગેરે અસંખ્ય દ્વિપે છે અને લવણ વગેરે અસંખ્ય સમુદ્રો છે.” પ્રભુ અને ગૌત્તમ વચ્ચે જ્યારે આ પ્રશ્નોત્તરી થઈ ત્યારે પ્રભુની પાસે મોટી સભા જમેલી હતી. આ પ્રશ્નોત્તરી સાંભળી સભા વિસર્જન થઈ. અને નગરનિવાસીઓમાં ચર્ચા ચાલી પડી કે શિવરાજર્ષનું કથન બેઠું છે. કેવળજ્ઞાની પ્રભુ કહે છે કે સાત નહિ પણ અસંખ્ય દ્વિપસમુદ્રો છે. આ હકીકત સાંભળી શિવરાજષી વિચારમાં પડી ગયા. મનોમન બોલી રહ્યા, “આ વાત કેવી ! મહાવીર કહે છે કે દ્વિપસમુદ્રો અસંખ્ય છે, અને મેં તે સાત જ દેખ્યા છે.” શિવરાજષ એ. મહાવીરની ખૂબ જ શ્વાઘા અને મહત્ત્વની વાતે સાંભળી હતી. “મહાવીર સંપૂર્ણ જ્ઞાની છે. માટે તેમનું જ કથન સત્ય હોવું જોઈએ. મારૂં જ્ઞાન અને અધુરૂં લાગે છે. હું એમની પાસે જવું અને તેમને ઉપદેશ સાંભળું.” આમ વિચાર કરી શિવરાજપી સહસ્ત્રાપ્રવનમાં પ્રભુ સમીપે પહોંચ્યા. પ્રભુને વંદન કરી એગ્ય સ્થાને બેઠા. પ્રભુએ નિર્ગન્ધધર્મની દેશના આપી. પ્રભુની વાણી સાંભળતાં શિવરાજપને ખૂબ આનંદ થયે. પ્રભુની સમજુતીથી મનની શંકા દૂર થતાં શિવરાજષી સંતેષ પામ્યા. સર્વજ્ઞ પ્રભુની વાણીને પડઘે તેમના અંતરપટપર પડી ચૂક્યો. પ્રભુ પાસે ચારિત્રધર્મ સ્વીકારી મોક્ષ માર્ગના પથિક બન્યા. અગ્યાર અંગના અભ્યાસ સાથે અનેકવિધ તાપૂર્વક કઠિન કર્મોને ક્ષય કરી મિક્ષના અતિથિ બન્યા. એ સમવસરણમાં પુઠ્ઠિલ વગેર ઘણું આત્માથી લેકેએ નિર્ચન્વધર્મને સ્વીકાર કર્યો.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org