________________
મીઠી ગોઠડી જ્ઞાનીની....!
[ ૩૩૧ ] એક દિવસ મધ્યરાત્રિએ જાગ્રત થયેલા તેમને વિચાર થયે કે “ આ જીવનમાં મને ધન, રાજ્ય, સ્ત્રી, પુત્રપરિવાર વગેરે અનુકુળ સામગ્રી પ્રાપ્ત થઇ છે. એમાં પૂર્વ પુણ્યના જ પ્રભાવ છે. પૂર્વ પુન્યાનુસારે મારી જીંદગી સુખમય વીતી રહી છે. હવે મારે આવતા ભવ માટે પુણ્યસ ંચય કરવા આવશ્યક છે. આવતી કાલે જ રાજકુમાર શિવભદ્રના રાજ્યાભિષેક કરી તામ્રપાત્રા લઈ વાનપ્રસ્થાશ્રમ ધમ સ્વીકાર કરીશ. તે સમયે જીવનપર્યંત દિશાચક્રવાલ તપ કરવાના નિયમ કરીશ. ” આમ ધર્મ જાગરિકા કરતાં તેમની રાત્રિ વ્યતિત થઈ ચૂકી અને પ્રભાત થયું. રાત્રિએ નિણૅય કર્યા મુજબ જ્ઞાતિજને અને પ્રજાજનોની એક સભા એલાવી. ભાજનાદિથી સૌને સત્કાર કરી બધાની વચ્ચે પેાતાનેા અભિપ્રાય જાહેર કર્યાં. દરેકની સ'મતિપૂર્વક રાજકુમારના રાજ્યાભિષેક કરી તામ્રભાજને લઈ શિવરાજ તાપસે પાસે પહેાંચ્યા અને તાપસી દીક્ષા અંગીકાર કરી, શિવરાજા રાજર્ષી બન્યા.
શિવરાજષીએ પૂર્વે કરેલા નિયાનુસાર છ છઠ્ઠની તપસ્યાપૂવ ક દિશાચક્રવાલ તપ શરૂ કર્યો. આતાપનાપૂર્વક લાંબા કાળ સુધી કઠિન તપ કરતાં તેમને વિલ ગજ્ઞાન ઉત્પન્ન થયું, એથી શિવરાજથી સાતસમુદ્ર સુધી બધા રૂપી પદાર્થો જાણવા અને જોવા લાગ્યા. તેથી એમને થયું કે મને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થયું છે. મનમાં ચાક્કસ થઇ ગયું કે સાત દ્વિપ અને સાત સમુદ્રો જ દુનિયામાં છે. એથી વધુ નથી. એવું જ્ઞાન થયા પછી પાતે હસ્તિનાપુર ગયા અને પોતે જોયેલા અને જાણેલા સાતદ્વિપસમુદ્રોની પ્રરૂપણા કરવા મેલ્યા.
: ૪
જે સમયે ભગવાન મહાવીર હસ્તિનાપુર પધાર્યા, તે સમયે એ શીવરાજષી ત્યાં હતા. ગૌચરીએ નીકળેલા ગૌત્તમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org