________________
- -
-
[ ૩૩૦ ]
શ્રી મહાવીર જીવન ત્યાર પછી સલક અને અચલેક ધર્મ વિશે પ્રશ્ન કરતાં ગૌત્તમ સ્વામીએ તેની વિસ્તૃત સમજુતી આપી. એ સાંભળી કેશમુનિ સંતેષ પામ્યા. - પછી એ બને ધુરંધરે વચ્ચે અનેક સમશ્યાભરી પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્નકારક કેશી મુનિ અને ઉત્તરદાયક ગોત્તમસ્વામી. બંને વચ્ચે તત્ત્વભરી ચર્ચા જામી પડી.
તાજને પણ આ બને જ્ઞાનીઓની મીઠી ગોઠડીનો સ્વાદ માણી રહ્યા ! ગૌત્તમસ્વામીનું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન જોઇ કેશી મુનિએ તેની ખુબ પ્રશંસા કરતાં કહ્યું: “ગૌત્તમ! મારા પ્રશ્નનોના તભર્યા આપના ઉત્તરેથી મારા મનના બધા સંશ છેદાઈ ગયા છે. શાસ્ત્રરહસ્યનું સારભૂત આપનું જ્ઞાન પ્રશંસનીય છે. હે ગૌત્તમ ! હું આપને નમસ્કાર કરૂં છું.” આમ બેલતાં કેશીકુમારે ઊભા થઈ ગૌતમસ્વામીને મસ્તક ઝુકાવી વંદન કર્યા. અને તે જ સમયે મહાવીર માર્ગના અનુસારે પંચ મહાવ્રતરૂપ શ્રમણધર્મને સ્વીકાર કર્યો. કેશી ગૌત્તમના આ સંમેલનથી અનેક મહત્ત્વપૂર્ણ તત્વોનો નિર્ણય થયે. શ્રુતજ્ઞાન અને સંયમ ધર્મની સુંદર પ્રભાવના થઈ! જૈન શાસનનો અત્યંત ઉત્કર્ષ થયે. એકત્રિત થયેલી સભામાંથી આ જ્ઞાનીઓની ગોઠડીના અમીરસથી પલ્લાવિતબનેલા ઘણા મહાનુભાવોએ સન્માગને સ્વીકાર કર્યો. પ્રભુ મહાવીર પણ શ્રાવસ્તીમાં પધાર્યા. થોડા સમયની સ્થિરતા બાદ તેમની ધર્મયાત્રા પાંચાલ દેશ તરફ ઉપડી. અહિચ્છત્રા નગરીમાં ધર્મપ્રચાર કરી પ્રભુ કુરુદેશ તરફ પધાર્યા, અને હસ્તિનાપુર નગરના સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં સમવસરણની રચના થઈ.
હસ્તિનાપુરના રાજા શિવ સંતોષી અને ધર્મપ્રેમી હતા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org