________________
મીઠી ગોઠડી જ્ઞાનીની...
[ ૩૨૫] છે. એ નહિં પણ ઘરવપરાશ માટે જે બિજેરાપાકની ઔષધી બનાવી છે, તે ઔષધીની અમારે જરૂર છે.” મહાધનિક રેવતિ શ્રાવિકા પ્રભુની પરમ ઉપાસિકા હતી. પ્રભુ પ્રત્યે ગાઢ પ્રીતિને કારણે અનેક ઉત્તમ દ્રવ્યનું મિશ્રણ કરીને ખાસ પ્રભુની બિમારી દૂર કરવા કેળા પાકની ઔષધી બનાવી હતી, પણ એ વાતની કોઈને ખબર ન હતી. સિંહમુનિની વાત સાંભળી આશ્ચર્ય સાથે બેલીઃ “ કયા જ્ઞાની પુરુષ પાસેથી આપે મારી ગુપ્ત વાત જાણી?સિંહમુનિ બોલ્યાઃ “દેવાનુપ્રિયે! પ્રભુ મહાવીરે અમારા આગ્રહથી પિતાને થયેલા વ્યાધિને દૂર કરવા તમારું આ ગુપ્ત રહસ્ય પ્રગટ કર્યું છે અને એ
ઔષધ માટે મને તમારા ઘેર મેક છે.” પ્રભુ મહાવીરે પિતે જ પિતાના સ્વમુખે મારા ઘરની ઔષધી મંગાવી છે
એ જાણી રેવતી શ્રાવિકાનું હૈયું ગજગજ ઉછળવા લાગ્યું. તેની રોમરાજી વિકસ્વર બની ગઈ. આનંદના ઉદગાર સાથે અત્યંત ભકિતથી તેણે સિંહમુનિના પાત્રમાં બિરાપાક વહેરાવ્યું. તે સમયે શુભ અધ્યવસાય થકી તેણે દેવગતિનું આયુષ્ય બાંધ્યું.
એ ભાગ્યશાલિની રેવતી શ્રાવિકાના ઘેરથી આવેલી ઔષધીને પ્રભુએ આહારમાં ઉપગ કર્યો. એના સેવનથી પ્રભુના દેહનું દર્દ શાંત થઈ ગયું. બન્ને ઉગ્ર વ્યાધિઓ ક્ષીણ થઈ ગઈ. ધીમે ધીમે તેમના દેહની કાંતિ કંચનવણું બની પૂર્વવત્ ચમકવા લાગી ! ઔષધી આપનાર રેવતી શ્રાવિકા અને ઔષધી લાવનાર સિંહમુનિ ધન્ય બની ગયા ! પ્રભુના ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગપૂર્વક શ્રાવિકા ધર્મનું સુંદર પાલન કરતી રેવતી શ્રાવિકાએ ભાવિ તીર્થકર બનવાની પણ એગ્યતા પ્રાપ્ત કરી. પ્રભુની પીડા શાંત થવાથી ચતુર્વિધ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org