________________
[ ૩૨૬ ]
શ્રી મહાવીર જીવનજયોત સંઘમાં આનંદ આનંદ ફેલાઈ ગયે ! સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા તે હરખ્યા પણ દેવલેકમાં દેવોએ પણ પ્રભુની રેગનિવૃત્તિને આનંદ મનાવ્યો !
પ્રભુની નિશ્રા વિના સ્વતંત્ર વિચરતા જમાલિ શ્રાવસ્તીમાં તિન્દુક વનમાં હતા, તે સમયે જમાલિ પિત્તજવરથી પીડિત હોવાથી તેમના શિષ્યો તેમના માટે સંથારો પાથરી રહ્યા હતા. જમાલિએ પૂછ્યું: “સંથારે થઈ ગયે ?” શિષ્યઃ “હા થઈ ગયે!” એ સાંભળી અશફત જ માલિ સંથારા પર સૂઈ રહેવા માટે ત્યાં આવ્યા પણ સંથારે પથરાતે
ઈતનનિર્બળ જમાલિ ઊભા રહેવા માટે અસમર્થ હોવાથી કંઈક ગુસ્સામાં આવીને બોલ્યા: “કરવા માંડ્યું તે થઈ ગયું” એ મહાવીરને સિદ્ધાંત ભૂલભરેલો લાગે છે! કાર્ય
જ્યારે સંપૂર્ણ થાય ત્યારે જ એ થયું છે એમ કહેવાય ! પથરાતા સંથારાને પથરાઈ ગયે કહેવાય છે તેના પર શયન ક્રિયા થતી નથી. માટે “કૃતમારું કૃતં” એ ભગવાનને સિદ્ધાંત છેટે છે. પણ “કૃતમેવ કૃતમ” એ વાક્ય સત્ય છે. , પ્રભુના સત્ય વચનને અસત્ય ઠરાવતું જમાલિનું એ કથન મુનિઓને સારું ન લાગ્યું ! કેટલાક શ્રમણોએ તેને સખત વિરોધ પણ કર્યો ! તેમણે કહ્યું: “પ્રભુનો સિદ્ધાંત ઋજુસૂત્ર નામના નિશ્ચયનયની અપેક્ષાએ સત્ય છે. એ નય વર્તમાન ગ્રાહી હવાથી “થવા માંડ્યું તે થયું ” એવા ભાવને સિદ્ધ કરે છે. કિયાને પહેલે સમય જ તેના ભાવિકાર્યનું કારણ છે. માટે “કરવા માંડ્યું તે કર્યું ” એ પ્રભુને સિદ્ધાંત બિસ્કુલ તર્કસંગત છે.” એ સ્થવિર મુનિ
એ જમાલિને અનેક યુકિતઓથી સમજાવ્યું પણ હઠા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org