________________
હારીને જીતી ગયે!
[ ૩૨૧ ]
મંદ સ્વરથી તેના કહેવા મુજબ ઉદ્ઘેષણ કરી ! આજીવક મતના અનુયાયીઓએ આદેશપાલનનું નાટક ખેલી બડી ધામધૂમ સાથે સ્નાનવિલેપનપૂર્વક શરીરને શણગારી તેના દેહને અગ્નિસંસ્કાર મહોત્સવ કર્યો. ગોશાળાએ અંત સમયે અરિહંતનું શરણ લીધું. દુષ્કૃત્યની નિંદા કરી અને પોકળ ખુલ્લું કરી પિતાની ભૂલને ખરા અંતરથી એકરાર કર્યો. પરિણામે તેના અશુભ કર્મો હળવા થયા અને સમકિત પામી બારમા અચુત દેવકને અતિથિ બન્યું. થોડી પણ સદૂભાવના શું કામ કરી જાય છે, તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. ગોશાળ હારીને જીતી ગયે ! પ્રભુ ત્યાંથી વિહાર કરી મેઢકગામના સાલકેષ્ટક ચીત્યમાં સમવસર્યા. ત્યાં ગૌત્તમ સ્વામીએ ગોશાળાની ગતિ વિશે પ્રશ્ન કસ્તાં પ્રભુએ કહ્યું “ગૌત્તમ! ગોશાળે અચુત દેવલેકમાં ગયે!” પ્રભુના વચનથી આશ્ચર્ય પામી ગૌત્તમે ફરીને પૂછયું: “પ્રભુ! ઉન્માર્ગ અને અકાર્ય કરનાર ગોશાળ બારમા દેવલેકમાં?”
હા, ગૌત્તમ! દુષ્કૃત્યની નિંદા કરનારને દેવપણું દૂર નથી! ગોશાળાએ અંત સમયે પિતાની મલિન ભાવનાની નિંદા કરી, આઈધર્મનું અમુમોદન કર્યું. એવા નિર્મળ ભાવથી મરણ પામી એ દેવલેકમાં ગયે! ગૌત્તમ! ગે શાળે હારીને જીતી ગયે! ઘણા ભવ પછી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી નિરતિચારપણે તેનું પાલન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. અને પિતાના અનુભવસિદ્ધ દષ્ટાંત આપી શિષ્યને સમજાવશે કે દેવગુરુ અને ધર્મને અપલા૫ કરી હું અનંત કાળ સંસારમાં ભયે. તમારે કદિ પણ દેવગુરુધર્મની હેલના ન કરવી. એ ત્રણ તનું શરણુ જ આત્માને તારનારૂં છે. આ બોધ આપી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org