________________
હારીને જીતી ગયે!
| [ ૩૧૯ ] મનોભાવના પલટાઈ ગઈ. ઘણી વાર સુધી નિચેતન અવસ્થામાં પડી ખૂબ હદયમંથન કર્યું. પોતે ચલાવેલા ખેટા પાખંડ પ્રત્યે તિરસ્કાર જાગ્યો. પ્રભુ મહાવીર પ્રત્યે સદ્દભાવ જાગ્યો, પાપની આલોચના કરવા હદય હલબલી રહ્યું. સત્ય વાત પ્રગટ કરવા સિવાય કોઈ પ્રાયશ્ચિત નથી. એમ વિચારી ધીરે ધીરે ઉઠીને પથારીમાં બેઠે. શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “ભિક્ષુઓ ! મારા અંત સમયે તમારી પાસેથી એક વચન માગું છું કે હું જે આજ્ઞા કરૂં તે તમારે માન્ય કરવી જ.” શિષ્યો બેલ્યાઃ “અવશ્ય, આપની આજ્ઞા માન્ય કરવી એ અમારું પ્રથમ કર્તવ્ય છે.” ગોશાળ ઃ “તમે અત્યાર સુધી મારી બધી આજ્ઞાઓ પુરેપુરી પાળી છે. પણ મારી અંતિમ ઈચ્છા પુરી કરવા મને તમારા વિશ્વાસની જરૂર છે. તમે સેગંદપૂર્વક કહે કે આપનું વચન સફળ કરીશું. ” શિષ્યોઃ “ અમે ગંદપૂર્વક આપની આજ્ઞા અક્ષરશઃ પાળીશું. આપ ફરમાવે.”
ગોશાળઃ “મારા વહાલા શિષ્યો ! મેં તમને બધાને, આ જગતને, તેમ મારા આત્માને પણ ઠગ્યો છે. હું મહા પાપી છું. સર્વજ્ઞ ન હોવા છતાં મેં મારી જાતને સર્વજ્ઞ તરીકે ખપાવવાનો પ્રયત્ન કર્યો અને સર્વજ્ઞ નામથી મેં પૂજા સત્કાર મેળવ્યા. એ મારે નયો દંભ હતો. હું મંખલીપુત્ર ગોશાળે મહાવીરનો શિષ્ય છું. બીજે કઈ નથી. મારા ગુરુને ગોપવનાર ત્રાષિઘાતક મહાપાતકી છું. હવે મારૂ મૃત્યુ નજીક આવી રહ્યું છે. સત્યવાદી મહાવીર પ્રભુના વચન મુજબ આજે મારું મૃત્યુ નિશ્ચિત છે. મારા કુકૃત્ય મને જ નડડ્યા. મેં મારા ગુરુને મારવાની અધમતા આદરી પણ મારા પાપે જ હું મરી રહ્યો છું. મારા મરણ પછી મારી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org