________________
[ ૩૧૮ ]
શ્રી મહાવીર જીવનત જાય ત્યારે મારા દેહને સુગંધી જલથી સ્નાન કરાવી ગોશીષ ચંદનનું વિલેપન કરજે, સુંદર કાષાય વસ્ત્ર પહેરાવજે, ઉપર સફેદ વસ્ત્ર ઢાંકી એક હજાર પુરુષ ઉપાડી શકે એવી શિબિકામાં પધરાવી નગરીના મૂખ્ય ચેક અને બજારમાં ફેરવી ઉચ્ચ સ્વરે પોકારજે કે અંતિમ જિન કર્મ ખપાવી મોક્ષે ગયા.” ગોશાળાની આજ્ઞાને તેના શિષ્યોએ સહર્ષ સ્વીકારી, વિનયપૂર્વક મસ્તકે ચડાવી.
ગોશાળાની બિમારીને આજે સાત દિવસ ઊગ્યો. તેના શરીરમાં અત્યંત નબળાઈ આવી ગઈ હતી. ઉઠ બેસ કરવાની શક્તિ સાથે માનસિક કમજોરી પણ ખૂબ આવી ગઈ હતી. એ પથારીમાં સૂઈ રહ્યો હતે ! તેના હૃદયમાં જીવનના સાચા ખોટા પ્રસંગે સ્મૃતિપટ પર ચક્કર લગાવી રહ્યા હતા. મંખલી તરીકે પોતાનું જીવન, મહાવીરની પાછળ પડી તેમના શિષ્ય બનવું, અનેક વખત પ્રભુએ તેના તરફ દાખવેલે દયાભાવ, વગેરે વાતે તેને યાદ આવી રહી હતી! વૈશિકાયન ઋષિની મશ્કરી કરતાં તેણે છેડેલી તે જલેશ્યાથી બળું બળું થઈ રહેલા પોતાના પર પ્રભુએ શીતલેશ્યા છડી તેને બચાવ્યો હતો, એ વાત યાદ આવતાં પથારીમાં પડ્યો પડ્યો ગોશાળે ચોધાર આંસુએ રડી ઊઠ્યો ! પિતાની કૃતજ્ઞતા યાદ કરતાં તેના અંતરમાં પાર વાર પસ્તાવે જાગ્યો. પ્રભુની નિંદા કરી કોધવશ બની બે મુનિઓની હત્યા કરી, અને ખૂદ પોતાના ઉપકારી મહાવીર ઉપર તેજલેશ્યા છોડી, ઈત્યાદિ યાદ આવતાં તેનું હૃદય કંપી ઊઠયું. ગોશાળાનું ચિત્ત ભારે વ્યાકુળતા અનુભવી રહ્યું. શરીરની બળતરા સાથે અંતરની બળતરા અસહ્ય થઈ પડી, પશ્ચાતાપની આગથી બળતું હદય હાય પિડારી ઊડ્યું. તેની
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org