________________
[ ૩૧૬ ]
શ્રી મહાવીર જીવન હતા કે “કોષ્ટક ઉદ્યાનમાં બે સર્વજ્ઞો ઝગડી રહ્યા છે! એક કહે છે પહેલે તું મરીશ, બીજો કહે છે પહેલે તું !! આ બન્નેમાં કેનું સાચું પડશે ?” ત્યારે સત્યજ્ઞ મનુષ્યો બેલ્યા કે “ આમાં શંકાની વાત જ ક્યાં છે? ભગવાન મહાવીર સત્યવાદી છે અને સર્વજ્ઞ પણ છે. જ્યારે ગોશાળે અસત્યવાદી અને પાખંડી છે.” શ્રાવસ્તી નગરીના ચેરે અને ચૌટે આ બાબત ચર્ચાઈ રહી હતી.
પ્રભુ પર તે જેલશ્યાને પ્રયોગ કરનાર શાળાની એ શક્તિ ક્ષીણ થઈ ગઈ. વિષ ઓકીને નિવિષ બનેલા નાગની માફક નિસ્તેજ બનેલે શાળે હજી પણ પ્રભુ સામે જ ઉભે હતો પ્રભુએ પોતાના શ્રમણ સમુદાય સમક્ષ કહ્યું કે “ બળી ગયેલા નિસત્ત્વ ઘાસની માફક તેજલેશ્યા નાશ પામવાથી ગશાળે નિસત્ત્વ બની ગયે છે. હવે તેની સાથે ચર્ચા કરવામાં કોઈ જાતને ભય નથી. “તમે એને સમજાવવાનો પ્રયત્ન કરો ! પ્રભુના આવા વચન સાંભળી ગૌતમસ્વામી વગેરે મહામુનિઓ શાળાની પાસે આવ્યા. પણ દાહવરની પીડાથી કણસતે કણસતે શાળે ભોંય પર પડી ગયે ત્યારે મુનિઓએ તેને કહ્યું: “ગુરુનો લેપ કરનાર આવી જ દશા પામે છે. અરે અધમ ! તારી લુચ્ચાઈ ઢાંકવા તે તારા ઉપકારી ગુરુની અવજ્ઞા કરી અને પંચમહાવ્રતધારી એવા બે બે મહામુનિઓની હત્યા કરી છતાં તારા જેવા દુર્જન પ્રત્યે પણ પ્રભુએ કરૂણ રાખી છે, તને તારા અપકૃત્યનો બદલે આ ભવમાં જ મળી ચૂક્યો છે.” આમ ચર્ચા ચાલે છે ત્યાં ગે શાળાના ઘણા શિષ્ય વિવાદની વાત સાંભળી ત્યાં આવ્યા. ગૌતમસ્વામી વગેરે મુનિઓએ ગોશાળાની સાથે ધાર્મિક પ્રનત્તરી કરી પણ નિસત્ત્વ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org