________________
હારીને જીતી ગયે!
[ ૩૧૫] તેમના હૈયા ચરચર ચીરાઈ જવા લાગ્યા ! પણ સૌમ્યમૂર્તિ પ્રભુ મહાવીર એની એ જ પોતાની સ્વાભાવિક શીતલતામાં જ રમતા હતા ! આજે ગેશાળે અત્યંત ઉત્તેજિત બની કૃરતાનું કફન ઓઢી તેમની સામે પડ્યો હતો. પ્રભુને મારી નાખવાની બુદ્ધિથી શાળાએ સાત આઠ પગલા પાછળ હઠી તેજ શફિતને એકત્ર કરી પ્રભુ પર તેજોલેક્યા છેડી. આથી અંતરની આગ બહાર નીકળતાં વાતાવરણ અગ્નિમય બની ગયું. ગોશાળાને વિશ્વાસ હતે જ કે આ અગ્નિવાલા પિતાના શત્રુને અવશ્ય નાશ કરશે જ, પણ તેની ધારણ ઉંધી પડી. પર્વત પર પછડાતા પવનની માફક તેશ્યા પ્રભુને પ્રદક્ષિણા આપી પાછી ફરી એ ગોશાળાના જે શરીરમાં પેસી ગઈ. “ હાથના કર્યા હૈયે વાગ્યા” તેની માફક ગોશાળે પિતાની દુષ્ટતાથી પોતે જ દાઝ, એના પ્રચંડ તાપથી વ્યાકુલ બનેલે ગોશાળ “બળે તે યે સિંદરી પિતાનો વળ ન મૂકે” તેની જેમ હજી પણ પ્રભુ પ્રત્યે દુષ્ટતા એક બોલ્યોઃ “ કાશ્યપ! મારી તપશકિતથી તારું શરીર વ્યાપ્ત બની ગયું છે. હવે તું પિત્તવર અને દાહજવરથી પીડિત બની છ માસમાં જ મૃત્યુ પામી જઇશ! કે
પ્રભુ શાંત સ્વર પ્રગટ કરતાં બોલ્યાઃ “ગોશાલક! તારી તપશક્તિથી મારું શરીર નહિ પણ તારૂં જ શરીર દગ્ધ થઈ રહ્યું છે. હું તે હજી સેવળ વર્ષ સુધી આ પૃથ્વી પર વિચરીશ; પરંતુ તે પિતે જ પિત્તજવર અને દાહજવરની સાત દિવસ ભયંકર વેદના ભોગવી છદ્મસ્થ અવસ્થામાં જ મરણ પામીશ. દેવાનું પ્રિય ! જે શ્રેષપરિણામથી કાર્ય કર્યું છે એ કાર્ય માટે તારે પસ્તાવું પડશે.”
મહાવીર અને ગોશાળા વચ્ચે ચાલતા વિવાદના સમાચાર નગરમાં પહોંચી ગયા હતા. લેક પરસ્પર બોલી રહ્યા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org