________________
[ ૩૧૪]
શ્રી મહાવીર જીવન નિરપરાધી બે બે મુનિઓનું બલિદાન શાળાએ લીધું ! આથી શ્રમણ સમુદાયમાં સન્નાટો છવાઈ ગયે, નિઃશબ્દ સ્તબ્ધતા પ્રસરી ગઈ! પ્રભુની મનાઈ હોવા છતાં અત્યંત પ્રેમના કારણે બે મુનિઓ વચ્ચે બોલવા ગયા તે એ નિર્દોષ મુનિઓ ગોશાળાની અગ્નિનો ભોગ બની ચુક્યાં. ગૌતમસ્વામી વગેરે મુનિઓ સમર્થ હોવા છતાં પ્રભુની આજ્ઞાને માન આપીને મૌન રહેવાનું ઉચિત માન્યું. ગોશાળ તા કે ધાંધ બની હજી પણ જેમ તેમ પ્રભુ સામે બકવાદ કરતે જ હતો. પ્રભુ મહાવીર ક્ષમાના સાગર હતા. ભયંકર રીતે અપમાન કરનાર ગોશાળા પ્રત્યે પણ તેમના હૈયામાં ક્ષમાનો અમીધેધ ઉછળતો હતે. એ જોવાની ગોશાળાને કયાં પડી હતી. એની દ્રષ્ટિ જ ગુમ થઈ ગઈ હતી. ગુમરાહી ગોશાળે ગર્વાધ બની પ્રભુની શક્િત પીછાસુતે હેવા છતાં દવા તવા બાકી રહ્યો હતે ! આ જોઈ દયાના સાગર પ્રભુ મહાવીર આવા ભયંકર દુશમન પ્રત્યે પણ દયાભાવ ચિંતવતા બોલ્યા : “ગોશાળા ! એક અક્ષર ભણવનાર વ્યકિત વિદ્યાગુરુ કહેવાય છે. તેમ ધર્મનું એક વચન સમજાવનાર વ્યક્િત ધર્મગુરુ કહેવાય છે, તું મારી સાથે રહી શિક્ષિત બન્યું હોવા છતાં મારી સામે જ તારે આ અછાજતે વરતાવ તારી અવગતિને નોતરી રહ્યો છે ! કંઇક સમજ ! તારું આવું વર્તન તારા માટે જરાય હિતકારક નથી !” પણ દુર્જનને શિક્ષાવચન તેની દુર્જનતામાં વધારે કરે છે તેમ પ્રભુના આવા અમીભર્યા શિક્ષાવચનોથી ગોશાળે અતિ કુર બની ગયો ! એનું સ્વરૂપ અત્યંત ભયંકર બની ગયું ! એની ભ્રકુટી રૌદ્ર અને બિહામણી બની ગઈ! સાક્ષાત્ શ્રેષ– મતિ સમા ગેાશાળાની આંખમાંથી આગ ઝરવા લાગી. આ જોઈ દૂર દૂર રહેલા બધા મુનિઓ થરથર કંપવા લાગ્યા !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org