________________
હારીને જીતી ગયે!
[ ૩૧૩] બોલ્યાઃ “મહાનુભાવ! કોઈ મહાત્મા પાસે કઈ વ્યક્તિએ એક પણ ધાર્મિક વચન સાંભળ્યું હોય તે એ મહાત્મા જીવનભર તેને પૂજનીય બને છે. તમે પ્રભુ પાસે શિક્ષા મેળવી આગળ વધ્યા એ પ્રભુનો તિરસ્કાર કર, અવજ્ઞા કરવી એ અધોગતિને નોતરનાર છે. તમારે પ્રભુની સામે મત્સરભાવથી જેમ તેમ બેલિવું ઉચિત નથી!”
સર્વાનુભૂતિ મુનિની હિતશિખામણથી શાંત થવાને બદલે ગોશાળે અગ્નિમાં ઘીની માફક વધુ કૈધાગ્નિથી જલવા લાગ્યો, અને ક્રોધાવેશમાં આવી એ ક્ષમા તપસ્વી મુનિ પર તેજેશ્યા છેડી. મુનિની કાયા દગ્ધ થવા લાગી. સર્વજીની સાથે ક્ષમાપના કરતાં એ મુનિ સહસ્ત્રાર દેવલેકમાં ગયા. ઉત્તેજિત થયેલે ગોશાળ ફરી પ્રભુને ધિક્કાર વચન બોલવા લાગ્યા. પ્રભુનું આ અપમાન સુનક્ષત્ર મુનિના દિલને ભેદી ગયું. એમની સહનશીલતા તૂટી જવાથી ગોશાળાને હિતવચન કહી સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ અગ્નિની પાસે શીતલતાની આશા કેવી? શાળે પ્રત્યક્ષ અગ્નિ સમાન જ હતે આજે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અગ્નિમાં જે વસ્તુ પડે તે સ્વયં અગ્નિમય બની જાય તેમ સુનક્ષત્ર મુનિના હિતવચને શાળાના કર્ણસ્પર્શથી અગ્નિમય બની ગોશાળા રૂપ અગ્નિને વિશેષ પ્રજવલિત કર્યો. ભાન ભૂલેલા ગશાળાએ એ સંયમી મુનિ પર ફરી તેજલેશ્યા છેડી, એના અસહ્ય તાપથી ઘાયલ બનેલા સુનક્ષત્ર મુનિ અદ્દભુત ક્ષમાભાવને ધારણ કરતાં પ્રભુના વચનામૃતેથી પ્રશાંત બની અનશનવ્રત સ્વીકારી બધા શ્રમણ શ્રમણીઓની સાથે ક્ષમાના વિનિમય કરી અચુત દેવલોકમાં ગયા. એ બને મુનિઓની કાયા ત્યાં જ બળીને ભસમ થઈ ગઈ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org