________________
[ ૩૦૨ ]
શ્રી મહાવીર જીવન શ્રવણથી વૈરાગી બનેલા ધના, સુનક્ષત્ર વગેરે આત્મા
એ દીક્ષા લીધી. ત્યાંથી પશ્ચિમ તરફ વિહાર કરી શ્રીવાસ્ત થઈ કાંમ્પિલ્યપુર પધાર્યા. સહસ્સામ્રવનમાં દેવોએ સમવસરણું રચ્યું અને ધર્મમય દેશનાશ્રવણથી ધર્મસન્મુખ બનેલા ત્યાંના રહેવાસી મહા ધનિક કુંડકૌલિક ગૃહસ્થ અને તેની પુષ્પા નામની સ્ત્રી બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા બન્યા. ત્યાંથી અહિછત્રા થઈ ગજપુરમાં પધાર્યા. નિગ્રંથ પ્રવચોથી અનેક શ્રદ્ધાળુ લોકો નિગ્રંથમાર્ગમાં આવ્યા. પ્રભુ પિલાસપુર પધાર્યા.
એ નગરમાં ગેાશાળાને પરમ ભક્ત સદ્દાલપુત્ર નામનો એક કઢાધિપતિ કુંભાર રહેતો હતો. તેને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. બને ગોશાળાના મતના અનુરાગી હતા. તે રાત્રિએ સાલપુત્ર નિંદરમાં સુતા હતા ત્યારે સ્વપ્નમાં કોઈ દેવે આવીને કહ્યું: “કાલે સવારે અહીં સર્વજ્ઞ, સર્વદશી, મહા બ્રાહ્મણ અશક વનમાં પધારશે. તે તેમને વસતી, પીઠ, ફલક, વગેરે જોઈતી વસ્તુઓ આપીને તું તેમની સેવા કરજે.” આ સ્વપ્ન જોઈ જાગ્રત થયેલા તેને થયું કે મારા ધર્માચાર્ય ગોશાલક કાલે પધારશે. સવાર થતાં જ સટ્ટાલક પિતાના ધર્મગુરુની રાહ જોવા લાગ્યા ત્યાં પ્રભુ મહાવીર પધાર્યા. આ સાંભળીને એ પ્રભુને વંદન કરવા ગયે. પ્રભુએ સ્વપ્ન અને ગશાળા સમ્બન્ધી તેના વિચાર તેને કહી સંભળાવ્યા, તેથી આશ્ચર્ય પામેલે સદાલપુત્ર સમજી ગયા કે પ્રભુ મહાવીર સાચા સર્વજ્ઞ છે. હવેથી મારે એ નમનીય અને ઉપાસનીય છે, એમ વિચારી બે હાથ જોડી પ્રભુના ચરણમાં નમસ્કાર કરી વિનંતી કરતાં કહ્યું “પ્રભુ! નગરીની બહાર મારી પાંચ દુકાને છે, ત્યાં બિરાજમાન થાઓ, અને પીઠ, ફલક, સંસ્મારક વગેરે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org