________________
નહિ કાયરનું કામ
[ ૩૦૧ ] ત્યાં હાજર હતો. મૃગાવતી મેળવવાની તેને ખૂબ તાલાવેલી હોવાથી તેના રાજ્યની સુવ્યવસ્થા પ્રેમપૂર્વક કરી આપી હતી. મૃગાવતી ક્યારે પિતાને આધીન થાય તેની રાહ જોઈ રહ્યો હતે. પ્રભુને ચંદ્રાવતરણ વનમાં સમવસરેલા સાંભળી ચંડપ્રદ્યોત રાજ, અંગારવતી અ દિ તેની રાણીઓ, ઉદયન બાલરાજા અને રાજમાતા મૃગાવતી ખુબ ઠાઠમાઠથી પ્રભુને વંદન કરવા ગયા. સમવસરણ વિરાજિત પ્રભુએ નાગરિક લેકની મેટી સભામાં વૈરાગ્યેત્પાદક ધર્મદેશના ફરમાવી. એ સાંભળીને ઘણું ધર્મશીલ મનુષ્ય ધમમાગમાં વધુ શ્રદ્ધાળુ બન્યા. એ સમયે મૃગાવતી દેવીએ પ્રભુને વિનંતી કરતાં કહ્યું: “મારા વડિલ બંધુ ખૂલ્ય ચંડપ્રદ્યોત રાજા મને દીક્ષા લેવાની અનુજ્ઞા આપે તે મારે સંસાર ત્યાગ કરવાની ભાવના છે. મારા બાલપુત્રનું ભાવિ તેમના હાથમાં સુપ્રત કરૂં છું.” મૃગાવતી દેવીએ સભા સમક્ષ આ ધડાકો કરતાં લુબ્ધ ચંડપ્રદ્યોત ચમકી ગયે ! રજા આપવાની અનિચ્છા છતાં પ્રભુ સમક્ષ ભર સભામાં
ના” પાડે તે પિતાનું નાક કપાય એવી પરિસ્થિતિ સરજાણી, લજજાવશ બની ન છૂટકે રજા આપવી પડી. એ મૃગાવતી દેવી ચંડપ્રદ્યોત રાજાની અંગારવતી વગેરે આઠ રાણીઓ સાથે પ્રભુના વરદ હસ્તે દીક્ષા લીધી. અને પિતાની ભાણેજ છતાં સાધ્વગણના નેતા ચંદનબાળાજીના સાન્નિધ્યમાં સમાઈ ગયા અને નિર્મલ મનથી સંયમયાત્રાને શેલાવવા લાગ્યા!
થોડો સમય આસપાસ વિચરી પ્રભુ મહાવીર વૈશાલી નગરીમાં પધાર્યા અને ત્યાં વીશમું ચાતુર્માસ કર્યું.
- ત્યાર પછી ઉત્તરવિદેહમાં વિચરી મિથિલા નગરી થઈ કાકન્ટી નગરીમાં પધાર્યા અને વૈરાગ્ય ભરપુર દેશના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org