________________
[ ૩૦૦ ]
શ્રી મહાવીર જીવનજ્યોત તાપસ વગેરે શ્રમણ પરિવાર પ્રભુએ તેમને સેંયે આદ્રમુનિ ઘણું વર્ષ ચારિત્ર પાળી અનેક આત્માઓને પ્રતિબધી અંતે કર્મક્ષય કરી મોક્ષ પામ્યા. પ્રભુએ ઓગણીસમું ચાતુર્માસ પણ રાજગૃહમાં પસાર કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રભુએ કૌશાંબી તરફ વિહાર કર્યો. વચ્ચમાં આલંભિકા નગરીમાં સ્થિરતા કરતાં ખૂબ ધનાઢ્ય ઋષિભદ્ર શ્રાવક પોતાની મિત્રમંડલી સાથે ઘણું ઠાઠમાઠથી શંખ વનમાં પધારેલા પ્રભુની દેશના સાંભળવા આવ્યા. પ્રભુને વંદન કરી તેમની અમૃત ઝરતી દેશના સાંભળી. દેશના શ્રવણ બાદ એ મિત્રમંડળીએ પોતાના મનની શંકાઓનું સમાધાન પ્રભુ પાસે મેળવ્યું. અને ઘણુ સમય સુધી એ શ્રમણપાસકોએ પ્રભુ પાસે ધર્મચર્ચા કરી. ત્રષિભદ્ર શ્રાવક બાર વ્રતને સુંદર રીતે પાળી અંતે માસિક સંલેખના કરી સૌધર્મ દેવલેમાં દેવ થયા.
પ્રભુ વિચરતાં ક્રમે કૌશાંબી નગરીમાં પધાર્યા. ઉદયન રાજા હજી પણ બાળક હોવાથી રાજમાતા મૃગાવતીદેવી રાજ્યનું સંચાલન કરી રહ્યા હતા. મૃગાવતીના બહેન શિવાદેવી ઉજજૈનના રાજા ચંપ્રદ્યોત સાથે પરણાવેલા હતા. એ રાજા તેમને બનેવી થતું હોવા છતાં મૃગાવતીદેવીના લાવણ્ય પર મુગ્ધ થયેલ હોવાથી તેને પ્રાપ્ત કરવા ઝંખતે હતે. મૃગાવતી દેવી શતાનિક રાજાનું મૃત્યુ થવાથી વિધવા બન્યા હતા. અને પુત્ર સાવ નાનું હતું, તેથી પિતાને બુદ્ધિબળથી પિતાના રાજ્યની અને નગરીની સુંદર વ્યવસ્થા ચંડપ્રદ્યોત રાજા પાસે કરાવી લીધી. પિતે ધર્મ ચૂસ્ત મહાસતી હેવાથી શીલધમને પ્રાણુસ્વરૂપ સમજતાં.
પ્રભુ પધાર્યા ત્યારે ચંડપ્રદ્યોત રાજા સપરિવાર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org