________________
[ ૨૯૮ ]
શ્રી મહાવીર જીવનત ભક્ષણથી ઘણા દિવસ સુધી નિર્વાહ ચલાવવો.” આવા દયાભાસ ધર્મને માનનારા તાપસીએ તે વખતે એક હાથીને લોઢાની સાંકળથી બાંધીને રાખ્યો હતો. એ હાથીએ ઘણું લેકીને મુનિના ચરણમાં નમતાં જોયા. એને પણ મુનિને નમવાના પરિણામ જાગ્રત થયા. પણ બંધનગ્રસ્ત હોવાથી શું કરી શકે ? પણ તેવામાં તે એક ચમત્કાર સરજાણે. વિશુદ્ધ ચારિત્રશીલ એ આદ્રમુનિની નજર પડતાં જ લેહમય સાંકળો તડીંગ કરતી તૂટી ગઈ અને છુટો થયેલે હાથી મુનિની સામે દોડ્યો! લોકેમાં બુમરાણ મચી ગઈ બધા નાસભાગ કરવા લાગ્યા. પણ દયાળુ મુનિ તે ત્યાં જ ઊભા રહ્યા, હાથી પણ મુનિના પાસે જઈને શાંત ઊભો રહ્યો. પિતાની સુંઢ નમાવી મુનિના ચરણસ્પર્શ કરી ભાવથી મુનિને નમસ્કાર કરી ભકિતપૂર્વક મુનિ તરફ જેતે જેતે જંગલ ભણી ચાલ્યા ગયા ! તાપસ બધા વિલખા થઈ ગયા, અને હાથી નાસી જવાથી મુનિ પર ગુસ્સે ભરાયા. પરંતુ આદ્રમુનિએ ઉપશમભાવથી તાપસને ધર્મને ઉપદેશ કર્યો, પ્રતિબંધ પામેલા અને સંવેગરંગથી રંગાયેલા એ સઘળા તાપસને પ્રભુ પાસે મેકલ્યા, તેમની ભાવના મુજબ પ્રભુએ બધાને પ્રવ્રજિત બનાવ્યા.
ગજેન્દ્રમોક્ષની આશ્ચર્યકારી હકીકત સાંભળી શ્રેણિક રાજા, અભયકુમાર વગેરે મુનિ પાસે આવ્યા. અને એ હાથ જોડી વંદન કરી મુનિને પૂછ્યું: “ભગવન્! માત્ર આપના દૃષ્ટિપ્રસાદથી જ હાથીના બંધન શી રીતે તૂટી ગયા?” ઉત્તર આપતાં મુનિએ કહ્યુઃ “રાજન ! હાથીના લેહબંધન તેડવા સહેલા છે પણ કાચા સુતરના તાંતણું તેડવા કઠિન છે!” રાજાએ પૂછયું એમ કેમ ? એટલે મુનિએ પિતાની બધી હકીકત સંભળાવતાં કહ્યું: “રાજન !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org