________________
ર૭. નહિ કાયરનું કામ !
એ સમયે પ્રભુને રાજગૃહી નગરીમાં બિરાજમાન સાંભળી સ્વયંબુદ્ધ આદ્રમુનિ પાંચસે મુનિઓ સાથે પ્રભુને વંદન કરવા ગુણશીલ વન તરફ જઈ રહ્યા હતા. માર્ગમાં પિતાને સર્વજ્ઞ તીર્થકર માનતો શાળા સામે મળે. તેમને ઊભા રાખી બેભેટ “અરે મુનિ! તપ કરી કાયાને ગાળવી વૃથા છે. સૌ સૌના ભાગ્ય પ્રમાણે શુભ અશુભ ફળ મળ્યા કરે છે! તપ વગેરે કષ્ટ સહીને શા માટે દુઃખી થવું ?” પ્રત્યુત્તર આપતાં મુનિ બેલ્યાઃ “શાળાજે તારા નિયતિ વાદને ચૂસ્તપણે વળગી રહેતા હોય તે હલન, ચલન, ભેજન વગેરે ક્રિયા પણ તારે ન કરવી જોઈએ! એ ક્રિયા માટે તે તારે પુરૂષાર્થ કરવો જ પડે છે. તે પછી તારો નિયતિવાદ કયાં રહ્યો ? કેહવાર નિયતિથી પુરૂષાર્થ ચઢે છે, કારણ કે જે સમયે આકાશમાં વરસાદ વરસતે નથી તે સમયે લોકો કૂવા વગેરે છેદીને પાણી મેળવે છે. નિયતિ બળવાન છે તેથી વધુ ઉદ્યમ બળવાન છે.” આવા સચોટ ઉત્તરથી ગશાળે નિરૂત્તર બની ગયે. પછી આદ્રમુનિ માર્ગમાં આવતાં હસ્તિ તાપસના આશ્રમ પાસેથી નીકળ્યા. એ તાપની એવી માન્યતા હતી કે “ ઘણું જીવન સંહાર કર્યા કરતાં એક મોટા જીવને મારીને તેના માંસ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org