________________
[ ૨૯૪ ]
શ્રી મહાવીર જીવનત વિત્તભયનગરથી વિહાર કરી અનેક સંકટને વેઠતાં પ્રભુ સપરિવાર વિદેહ દેશમાં રહેલા વાણિજ્યગ્રામે પધાર્યા અને ત્યાં દીક્ષા જીવનનું સત્તરમું ચાતુર્માસ પસાર કર્યું. " પ્રભુ ધર્મ પતાકા ફરકાવતાં બનારસ પધાર્યા. ત્યાં જિતશત્રુ રાજાએ મહાવીરનો આડંબરપૂર્વક સત્કાર કર્યો, ત્યાં કાષ્ઠક વનમાં દેવરચિત સમવસરણમાં બિરાજમાન થઈ ચતુર્મુખે ધર્મપ્રવચન ફરમાવ્યું. ત્યાંના રહેવાશી અનેક ગૃહસ્થાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. તેમાં એ નગરના કેટ્યાધિપતિ ચુલની પિતા અને તેમની શ્યામા નામની સ્ત્રી મૂખ્ય હતા. અને ધર્મમાં સ્તંભ સમાન મજબુત બન્યા હતા. રાજગૃહ તરફ વિહાર કરતાં માર્ગમાં આલંભિકા નગરીના શંખવનમાં પધાર્યા. એ શંખવનની બાજુમાં પગલ નામને વૈદિક ધર્મને જ્ઞાતા એક તાપસ રહેતો હિતે. દરરોજ છઠું તાપૂર્વક સૂર્ય સામે હાથ ઉંચા રાખી આતાપના લેતો હતો. આવા કઠિન તપ, આતાપના અને કંઇક સ્વભાવની સરલતાના કારણે તેને વિર્ભાગજ્ઞાન થયું હતું. એ જ્ઞાનના બળથી પિતાને વિશિષ્ટ જ્ઞાની માનતે તાપસ પોતાની જાણકારી મુજબ લોકોમાં લેકસ્થિતિને પ્રચાર કરતે હતે. કોઈ લે કે તેના જ્ઞાનની પ્રશંસા કરતા, કોઈ શંકા ઊઠાવતા. ગૌતમ સ્વામીના પ્રશ્નનથી પ્રભુએ સાચી લેકસ્થિતિ પ્રકાશી. તાપસે એ વાત સાંભળી, પિતાનું જ્ઞાન તેને અધુરૂં લાગ્યું. પ્રભુ મહાવીર સર્વજ્ઞ તીર્થકર છે એમ પહેલેથી સાંભળ્યું હતું. તેથી તુરત પ્રભુ પાસે શ ખવનમાં પહોંચી ગયે. પ્રભુને વંદન કર્યા અને ધર્મોપદેશ સાંભળે. અંતરમાં સાચી શ્રદ્ધા ઝળહળી ઊઠી. પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી શ્રમણ સંઘમાં ભળી ગયો ! અગ્યાર અંગને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org