________________
[૨૨]
શ્રી મહાવીર જીવનજ્યોત કષ્ટ વેઠી રહ્યાં છે. આપના મુખ પરથી જણાય છે કે ઘણા સમયથી આપને ભેજ્ય પદાર્થ મળ્યા નથી, અમારી પાસે તલ છે, એને ઉપગ કરી આપની સુધા શાંત કરો ! ”
પ્રભુએ તલ અચિત્ત છે એમ જાણ્યું, અને તેના માલિકે ભાવપૂર્વક આગ્રહથી આપી રહ્યા છે, છતાં પ્રભુએ એ તલ લેવાની આજ્ઞા આપી નહિ ! કારણ કે આજે એ અચિત તલની ભગવાન આજ્ઞા ફરમાવે તે ભવિષ્યમાં “તલ ખાવાની મહાવીરે પણ આજ્ઞા આપી હતી ” એવી પ્રવૃત્તિ ચાલી પડે. ' બધા સાધુઓ કેવળજ્ઞાની ન હોય, તેથી અચિત્ત છે કે સચિત્ત એ જાણી ન શકે ! આવી દીર્ઘદૃષ્ટિથી પ્રભુએ ભૂખથી પીડાતા સાધુઓને તલને આહાર કરવાની આજ્ઞા ન આપી, તેમ આગળ ચાલતાં અચિત્ત જળથી ભરેલું સરોવર જોયું તે પણ પ્રભુએ તૃષિત સાધુઓને એ પાણીનો ઉપયોગ કરવાની એ જ કારણથી અનુજ્ઞા ન આપી.
પ્રભુએ પ્રરૂપેલે સંયમમાગ અતિ કઠિનતાભર્યો છે. એ માર્ગમાં આવનાર વ્યક્તિઓને પાંચ પ્રતિજ્ઞાઓથી બદ્ધ થવાનું હોય છે. સૂક્ષ્મ કે બાદર કોઈ પણ જીની મન વચન કાયાથી હિંસાને સંપૂર્ણ ત્યાગ, અસત્ય બોલવાનો સંપૂર્ણ ત્યાગ, લેશમાત્ર ચોરી કે માલિકની રજા સિવાય કોઈ પણ વસ્તુ ન લેવાની પ્રતિજ્ઞા, સંપૂર્ણપણે દેવી, માનુષી, કે તીયચી અબ્રહ્મને ત્યાગ, અને પરિગ્રહની મૂછને એટલે મેહનો ત્યાગ. આ પાંચ ભીષણ પ્રતિજ્ઞાઓ લઈ સાધુજનો પિતાના જીવનમાં કદી હિંસા કરતા નથી, તેમ મન વચન કાયાથી કોઈને દુભવતા નથી, જીવન નિર્વાહ માટે ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલા નિર્દોષ આહારપાણને ઉપયોગ કરે છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org