________________
-
-
-
-
- -
-
પ્રભુને મારગ શૂરાને
[ ૨૯૧ ] ઉદાયન રાજાને ખૂબજ આનંદ થયે. હર્ષોલ્લાસપૂર્વક પ્રભુની દેશના સાંભળી પ્રતિબંધ પામ્યા. પ્રભુએ તેમને દીક્ષિત બનાવ્યા. અને ફરી પાછા એ જ માગે પાછા ફરી ચાતુર્માસ કેન્દ્ર વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યો. મરૂભૂમિની આ લાંબી વિહારયાત્રામાં સખત ગરમીના સમયમાં પ્રભુના સુકમળ સાધુઓને મરણઃ કષ્ટ સહેવા પડ્યા.
એ મરૂભૂમિના રેતાળ પ્રદેશમાં ગાઉઓ સુધી વસતિનું નામ ન હતું. પ્રભુ ઉદાયન રાજાને દીક્ષિત બનાવી શિષ્યપરિવાર સાથે પૂર્વ દેશ તરફ પધારી રહ્યા હતા. એક અતિ લાંબા વિહાર અને માર્ગમાં ગામે ન આવતાં હોવાથી આહાર પાણી પણ દુર્લભ. તેમાં ગ્રીષ્મ ઋતુને સખત તાપ, તેમાં ખુલ્લા પગે ચાલવું એ અતિ કઠિનતાભર્યું હતું. પ્રભુના સાધુએ પૂર્વ અવસ્થામાં કેાઈ સુકોમળ રાજકુમારે હતા, શ્રેષ્ઠિપુત્ર હતા. આ રેતાળ પ્રદેશ પસાર કરતાં એ સાધુજનો થાક ભૂખ તરસ અને ગરમીથી ખૂબ વ્યાકુળ થયા. બધી વ્યાધિઓ કરતાં ભૂખતરસની વ્યાધિ જમ્બર છે. છતાં પ્રભુની પ્રેરણું અજબ હેવાથી દરેક સાધુઓ સમતાશીલ અને સંયમધર્મમાં ચુસ્ત બની આગળ વધી રહ્યા હતા. નિર્દોષ આહાર પાણી મળવા દુર્લભ હોવા છતાં સૌ પ્રસન્ન મુખે અને પ્રસન્ન હૈયે આવી કારમી વેદનાને સહેતાં સહેતાં પ્રિભુની સાથે વિહારયાત્રા કાપી રહ્યા હતા. એ સમયે સામે અચિત્ત તલથી ભરેલી ગાડીઓ મળી. એ તલના માલિકને ભૂખતરસથી પીડાતા સાધુઓને જોઈ કરૂણું ઉપજી. બધા પોતાની ગાડીઓ ભાવી નીચે ઉતર્યા અને પ્રભુને તેમ જ સાધુઓને વિનંતી કરતાં કહ્યું: “મહાનુભાવો ! તમે આવા સખત તાપમાં રેતાળ ભૂમિમાં ખુલ્લા પગે ચાલી ખુબ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org