________________
[ ૨૯૦ ]
શ્રી મહાવીર જીવનતિ નગરમાં રહેતાં રહેતાં ધર્મને ઉપદેશ કરતાં રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં પધાર્યા. અત્યંત હર્ષાન્વિત બનેલા શ્રેણીક રાજા અને નાગરિક જનેએ પ્રભુવાણીને યથેષ્ટ લાભ ઊઠાવ્ય. નિર્ચન્થ ધર્મને ખૂબ જ સુંદર પ્રચાર થયા. ધનાશાલિભદ્ર જેવા મહા ધનવાન વ્યક્તિ એએ તે સમયે દીક્ષા અંગીકાર કરી, અનેક વ્યક્તિઓએ મૂહસ્થધર્મ સ્વીકાર્યો. એ સોળમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં વિતાવ્યું.
ત્યાંથી ચંપા નગરીએ પધારતાં ત્યાંના દત્ત રાજા ફતવતી રાણી અને મહચદ્ર નામના રાજકુમારે પ્રભુના ઉપદેશથી વૈરાગી બની સંયમધર્મ સ્વીકાર્યો.
એ સમયે સિધુવીર આદિ અનેક દેશોના અધિપતિ ઉદાયન રાજા વીતભયપત્તનમાં રાજ્ય કરી રહ્યા હતા. એ રાજા મહા ધર્મનિષ્ઠ હતા. એક વખત પર્વતિથિએ પૌષધવ્રત ગ્રહણ કરી આત્મચિંતનમાં લીન બન્યા હતા, ત્યારે તેમના ચિંતનમાં પ્રભુ મહાવીર ઉપસી આવ્યા. “અહા ! ધન્ય છે એ નગર ગ્રામ કે એ સ્થળને કે જ્યાં પ્રભુ મહાવિર વિચરી રહ્યાં છે ! જે શેઠિયાઓ, સાહુકારે, રાજાએ પ્રભુને નિત્ય વંદન કરે છે તેમને પણ ધન્ય છે ! એ પરમ કૃપાળુ પ્રભુ આ નગરના મૃગવનમાં પધારે તે હું પણું તેમના દર્શન વંદન અને પૂજનનો લાભ લેવા ભાગ્યશાળી બનું !” ચંપાનગરીના પૂર્ણભદ્ર વનમાં રહેલા પ્રભુ મહાવીરે જ્ઞાનબળથી ઉદાયન રાજાનો મને ગત ભાવ જાણી લીધો. એને પ્રતિબંધ કરવા માટે માત્ર થોડા જ સમયમાં હજાર માઇલને વિહાર કરી વીતભયનગર પધાર્યા. એ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org