________________
પ્રભુને મારગ શુરાને
[ ૨૮૯ ] સાંભળવાની ઈચ્છાથી દેવરચિત સમવસરણમાં બધા યેાગ્યસ્થાને ગોઠવાઈ ગયા. પ્રભુએ તત્ત્વભરપુર દેશના આપી. એ દેશના સાંભળતાં દરેક શ્રોતાજનોએ ખૂબ આનંદુ અનુભવ્યા અને સૌ સ્વસ્થાને વિદાય થયા. સભા વિસર્જન થઈ ગયા પછી પણ જયન્તી શ્રાવિકા પોતાના અલ્પ પરિવાર સાથે ત્યાં બેસી રહ્યા અને વધુ જ્ઞાન મેળવવા તેમણે પ્રભુને ઘણા તાત્ત્વિક પ્રશ્નો પૂછ્યાં. અતુલજ્ઞાની પ્રભુએ દરેક પ્રશ્નોના સત્ય ભરપુર પ્રત્યુત્તર આપ્યા. એ સાંભળી જયન્તી શ્રાવિકાને ઘણા સંતાષ થયા. મનની શ'કાએ શમી ગઇ. પ્રભુની તત્ત્વગભિત વાણી હૈયામાં ગમી ગઈ. એ હાથ જોડી તેમણે પ્રભુને દીક્ષા આપવા માટે વિનંતી કરતાં પરમહિતસ્વી પ્રભુએ પંચ મહાવ્રતના ઉચ્ચારણ સાથે સરિત સામાયિક જયન્તી શ્રાવિકાને પ્રદાન કરી આર્યાં ચંદનમાળાજીના શિષ્યા તરીકે સાધ્વીસંઘમાં દાખલ કર્યો.
ત્યાંથી પ્રભુ ઉત્તર કાસલ તરફ વિહાર કરતાં અનેક ગામ નગરામાં ધર્મ ઉપદેશ દેતાં દેતાં શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. દેવાએ કેાબ્તક વનમાં સમવસરણની રચના કરી. પ્રભુએ ચતુર્મુખે ચર્તુગતિચૂરક ધ દેશના ફરમાવી. પરિણામે ઘણા લાકે ધર્મ સન્મુખ બન્યા. સુમનેાભદ્ર, સુપ્રતિષ્ઠ વગેરે આત્માઓએ દીક્ષા લીધી, ત્યાંથી વિદેહ
ભૂમિમાં પધારતાં વાણિજ્યગ્રામનિવાસી મહા ધનિક આનંદ ગાથાપતિ અને તેમની પત્ની શિવાનંદાએ શ્રાવકધમ સ્વીકારી માર વ્રત ચર્યા. એ પંદરમું ચાતુર્માસ પ્રભુએ વાણિજ્યગ્રામમાં વિતાખ્યું.
શીતઋતુમાં ત્યાંથી વિહાર કરી મગધ દેશના અનેક
Jain Education International_2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org