________________
[ ૨૮૮ ]
શ્રી મહાવીર જીવન જ્યોત પત્ની અને પ્રભુના પુત્રી પ્રીયદર્શનાએ પણ એક હજાર સમાન વયની સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે પ્રવજ્યા અંગીકાર કરી. થોડા જ સમયમાં જમાલી મુનિ અગ્યાર અંગના જ્ઞાતા બન્યા. પ્રભુએ તેમની ગ્યતા જાણે પાંચ ક્ષત્રિય મુનિઓના આચાર્ય બનાવ્યા. જમાલી મુનિ અનેક જાતના તપ સાથે સંયમધર્મનું પાલન કરતાં પ્રભુ સાથે વિચરવા લાગ્યા. - પ્રિયદર્શન પણ આર્યા ચંદનબાળાજી સમીપે જ્ઞાનાભ્યાસ સાથે તપસ્યા કરતાં સંયમી જીવનની ઉજ્વલતા સાધવા લાગ્યા. પ્રભુએ દીક્ષા જીવનનું એ ચૌદમું ચાતુર્માસ વૈશાલીમાં પસાર કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં વત્સભૂમિ તરફ વિહાર કર્યો. માર્ગમાં અનેક સ્થળે ધર્મનો પ્રચાર કરતાં કરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા અને નગર બહાર ચદ્રાવતરણ ચૈત્યમાં નિવાસ કર્યો. એ નગરીમાં શતાનીક રાજા અને મૃગાવતીને પુત્ર ઉદયન બાલરાજા હતા. રાજ્યનો પ્રબંધ પ્રધાનોની સલાહ અનુસાર રાજમાતા મૃગાવતી કરી રહ્યા હતા. એ ઉદયન રાજાની ફેઈ જયન્તી શ્રાવિકા પ્રખ્યાત હતા. જેન ધર્મની ઉપાસિકા એ શ્રાવિકા ધર્મતત્ત્વના ખૂબ જાણકાર હતા. કૌશામ્બી આવનાર શ્રાવકને જયન્તી શ્રાવિકાને ત્યાં જ ઊતારે મળત.
ભગવાન મહાવીરનું આગમન સાંભળી ઉદયન રાજા, રાજપરિવાર સાથે રાજમાતા મૃગાવતીદેવી, જયન્તી શ્રાવિકા વગેરે તેમ જ નોકરચાકર અને નગરજનો સાથે મોટા મહોત્સવ પૂર્વક પ્રભુને વંદન કરવા ચાલ્યા. સમવસરણની નજીક જઈ પાંચ અભિગમ સાચવી ઉદયન બાલરાજાએ પરિવાર સાથે પ્રભુને ત્રણ પ્રદક્ષિણ આપી ઉલ્લાસ અને આનંદપૂર્વક પ્રભુને વંદન કર્યા. અને ધર્મ ઉપદેશ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org