________________
પ્રભુને મારગ શરાને
[ ૨૮૭ ] ગૃહસ્થાશ્રમી એવા અમે કયાં?” હર્ષિત બનેલા એ બ્રાહ્મણ દંપતીએ ઉઠીને ફરી પ્રભુને નમસ્કાર કર્યા. આવી અકલ્પિત વાત પ્રભુએ પિતે જ સ્વમુખે પ્રકાશિત કરી, આ ભવના છેડા સમયના માતાપિતાને ઉદેશીને તેમ જ સર્વ નગરજનોને સંસારની અસારતાનો પ્રતિબંધ આપે. દેશના સાંભળી ઋષભદત્ત અને દેવાનંદાએ પ્રભુને વિનંતી કરી. “પ્રભુ! આપનું કથન યથાર્થ છે. અમને સંસારને મોહ સદંતર ઉતરી ગયેલ છે અને વૈરાગ્યભાવ જાગે છે. માટે અમને બનેને દીક્ષા આપી સંસારથકી અમારે નિસ્તાર કરે ! આ સંસાર વિપત્તિઓની આગથી જલી રહ્યો છે, એ આગથી અમને બચાવે !” પ્રભુએ બન્નેની ભાવના પીછાણી સંયમમાર્ગમાં સ્થાપિત કર્યા. સ્થવર સાધુજને પાસે 2ષભદત્તા મુનિ અગ્યાર અંગ ભણ્યા અને ઘણા વરસો સુધી તપ જપ અને નિયમપૂર્વક સંયમધર્મની આરાધના કરી અંતે માસિક સંખના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. દેવાનંદાજી પણ ચંદનબાળાજીની પાવન નિશ્રામાં અગ્યાર અંગનો અભ્યાસ કરી અનેકવિધ તપસ્યાપૂર્વક સંયમધર્મની પરિપાલના કરી સંપૂર્ણ કમને ક્ષય કરી મોક્ષગતિ પામ્યા.
ત્યાંથી વિચરતાં પ્રભુ ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા. નંદિવર્ધન રાજા સમૃદ્ધિ અને ભક્િતપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યા. દેવરચિત સમવસરણસ્થિત પ્રભુને ત્રણ પ્રદક્ષિણ આપી નમસ્કારપૂર્વક અંજલી જેડી પ્રભુની સખ બેઠા. સુદર્શના, જમાલિ અને પ્રિયદર્શના વગેરે સભાજનોને પ્રભુએ સંસાર તારનારી ધર્મદેશના ફરમાવી, ધર્મદેશનાથી પ્રતિબોધ પામીને જમાલીએ માતપિતાની રજા લઈ પાંચસો ક્ષત્રિય કુમારે સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. જમાલીના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org