________________
[ ૨૮૬ ]
શ્રી મહાવીર જીવનજાત વિદેહ દેશ તરફ વિહાર કર્યો. અનેક ગ્રામ નગરમાં ધર્મ પ્રભાવના કરતાં પ્રભુ મહાવીર વિચરતાં વિચરતાં બ્રાહ્મણકુંડ નગરમાં પધાર્યા. નગર બહાર બહુસાલ મૈત્યમાં દેવોએ સમવસરણની રચના કરી. એ બહુસાલ
ત્યની નજીકમાં બ્રાહ્મણકુંડ ' નગર હતું. પ્રભુ આગમન સાંભળી હજારે દર્શનાથીઓથી બહુસાલ વન ભરાઈ ગયું. આ ધર્મસભામાં ત્રાષભદત્ત અને દેવાનંદા આવ્યા, સૌ પ્રભુને વંદન કરી યથાસ્થાને ગોઠવાયા. પ્રભુને જોતાં દેવાનંદજીને અત્યંત આનંદે ઉભરા" નેત્ર વિધરે બની ગયા. રેમરાજી પ્રકુલ્લિત બની. પાવનકારી પ્રભુની મુખમુદ્રા જતાં તેમના હાથમાં પુત્રવત્ વાત્સલ્યભાવ ઉભરાયા, શરીર પુલક્તિ બની ગયું અને એને સ્તનમાંથી દુગ્ધધારા વહેવા લાગી ! ગૌત્તમસ્વામીએ દેવાનંદજીની આવી રોમાંચિત દેશા જોઈ તેનું કારણ પ્રભુને પૂછતાં પ્રભુએ ફરમાવ્યું: “ગૌત્તમ! એ દેવાનંદા તો મારી તિા છે. આ જ અંતિમ ભાવમાં હું તેમના ઉદરમાં સાડાખ્યાસી દિવસ રહી આવ્યું છું. તેથી જ મને જોઇને તેમના અંતરમાં પુત્રપ્રેમ ઉભરાચે છે, અને પુત્રપ્રેમદર્શક શારીરિક લક્ષણો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. '
અત્યાર સુધી પડદા પાછળ છુપાયેલી વાત પ્રસિદ્ધ થતાં સાંભળનારાઓ ભારે અચંબામાં પડી ગયા. દેવાનંદાજીને પણ વસ્તુસ્થિતિ સમજાઈ ગઈ વર્ષો પૂર્વે ગર્ભાધાન સમયે ચૌદ સ્વપ્ન દર્શન અને તેનું હરણ વગેરે બાબતે અંતઃસ્થલમાં સ્કુરાયમાન થઈ પુરાણી વાત યાદ આવતાં દેવાનંદાજી ભારે વિસ્મિત થયા. અંતરમાં અનહદ આનંદ થયા. “અહા ! ત્રણ જગતને નાયક એ આ પુત્ર કયાં? અને સામાન્ય
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org