________________
દરેક ભવ્ય આત્માઓ ભગવાન પરમાતમા, તીર્થકર બન. વાની લાયકાત ધરાવે છે. પણ બધા આત્માઓ એ મહાન પદ પામી શકતા નથી. “જે જેને પુરુષાર્થ તેવું તેનું ફળ”, છતાં ભવ્યતા ખીલવવા માટે સેનેરી સાધન સમું ભગવાન મહાવીરનું જીવન પ્રતિબિંબરૂપે નજર સામે રાખવાથી અવશ્ય ભાવના ફલિભૂત થાય છે. “પ્રભુના પ્રથમ ભવ તરીકે ગણાતાં નયસારનું જીવન કેવા પ્રકારની ચમકભર્યું હતું કે જેમાંથી ચરમ તીર્થંકરપદ વરવાની લાયકાત પાંગરી ઊઠી ?” એ મૂળભૂત પ્રશ્ન હોવાથી આંતર પ્રેરણાને અનુસરીને પ્રથમ ભવથી લેખનને પ્રારંભ કરું છું. શ્રી તીર્થંકર પરમાત્માનું જીવન આલેખવા માટે એકી સાથે હજારો કે લાખ કલમ ચલાવવામાં આવે તો પણ સંપૂર્ણપણે આલેખી શકાય એમ નથી, એવું જ્ઞાનીઓનું વચન છે.
તે મારા જેવી એક અદની વ્યક્તિને આ પ્રયાસ પંગુ આત્માને શીખરે પહોંચવા જેવું લાગે ! દીવાંધ કૌશિકબળને સૂર્ય સમીપે જઈ બેસવા જેવું લાગે. તેમ મહાવીર જીવન ચરિત્રે આ ૨૫૦૦ વર્ષ દરમ્યાન કંઈક જ્ઞાનીઓની કલમે સંખ્યાતિત લખાઈ ગયા છે, તેમાં મારી આ અલ્પસન્દી કલમ કઈ જાતની ભાત પાડશે? આમ હોવા છતાં પૂ. ગુરુદેવના શુભાશિષથી “બસ મારે લખવું જ છે ” એવા સંકલપબળથી મહાવીર જીવન જ્યોતમાં સમાઈ જવાને આ મારો પ્રયત્ન છે. એમાં કેઈને “શક્તિ વગરની હોડ જેવું લાગે.” કેઈને ધૃષ્ટતા જેવું લાગે. એવા માનસિક ભયને હડસેલીને “વકે ચૂકે પણ ઘઉને પુડલે ભૂખ ભાંગે” એ ન્યાયે આવડે તેવી ભાષામાં લેખનને આરંભ કરું છું. મારામાં વિશિષ્ટ પ્રકારનું કઈ જ્ઞાન નથી, ભાષાને આડંબર નથી તે પણ માત્ર પ્રભુ મહાવીરનું
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org