________________
જીવન જ એવું દ્યોતક છે, સર્વાગે મિષ્ટ છે કે જેવું તેવું લખાશે તે પણ મીઠાશ જ આપશે. મારા જેવા પંગુ આત્માઓને શીખરે પહોંચાડવામાં સહાયભૂત બનશે જ અને અજ્ઞાનથી બિડાયેલા મારા અંતર-નયનેને જ્ઞાનરૂપી સૂર્યના તેજપુંજ દેખાડશે જ, એવી જ શ્રદ્ધાના બળે આ બધું લખ્યું છે. - આગમ ગ્રંથ અને ચરિત્રોમાંથી જેવું જાણ્યું છે તેવું જ આલેખન કરવામાં મને સદૈવ ગુરુ-પ્રેરણા મળ્યા કરે, શ્રી શાસનદેવ સહાયક બનતા રહે, કે સેહામણું સમયે અંકુરિત થયેલી મારી મને રથ વેલડી અહાનિશ પાંગર્યા કરે અને અમૃતફળના રસમાં રસિક બનેલા મનની મહેચ્છા પૂર્ણતાના શીખરે પહોંચે એ જ અભિલાષા.
–લેખિકા “સુતેજ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org