________________
૩ઝ નમઃ અભિલાષા
સિદ્ધિ સંગ્રહિત સિદ્ધાર્થ !, સિદ્ધાર્થ વૃત્ત નંદર ! त्रिशलाहृदयाश्वास ! श्री वीर! भवते नमः ।। મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરવાથી સિદ્ધ થયેલા છે અર્થ જેમના, તથા સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ત્રિશલાદેવીના હદયને આશ્વાસરૂપ એવા હે વીર ! આપને નમસ્કાર હે!
કઈ ધન્ય પળે નયસારના ભાવમાં પહેલી જ વાર થયેલા સદ્ગુરુના સમાગમથી જેમની હૃદયભૂમિમાં સમકિતનું આરોપણ થયું, અને શ્રી તીર્થંકર પરમાત્મા બનવાની ભૂમિકાનું સર્જન થયું. એ સેહામણું સમયે અનાદિ કાળની મેહનિદ્રામાંથી સમકિતની મહેર–છાપ મેળવીને જાગ્રત થયેલા અને ત્યાર પછી પ્રખર પુરુષાર્થ બળે સત્યાવીશમા ભાવમાં સંપૂર્ણ ઉજાગરદશાને પ્રાપ્ત કરી ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા તરીકે પ્રસિદ્ધિને પામેલા શ્રી સિદ્ધાર્થ રાજા અને શ્રી ત્રિશલાદેવીના પનોતા પુત્ર તરીકે ખ્યાતનામી બનેલા, અને અજોડ ભવ્યાત્મા એના સન્માર્ગદર્શક ધ્રુવતારક સમ ત્રણ લેકનું ગુરુપદ મેળવનાર એ વિરલ વિભૂતિ શ્રી મહાવીર પ્રભુના જીવન ચરિત્રની આલેખના કરવી એ મારી શક્તિ બહારની વસ્તુ હોવા છતાં તેમની જીવનપ્રભાથી આકર્ષિત થયેલું મારું મન વધુને વધુ ઉત્કંઠિત બની જીવન જ્યોતના તેજને ઝીલવા પ્રોત્સાહિત બનતું રહ્યું. ઉત્સાહને આવેગ કઈ રીતે સેક્યો રોકાય એમ ન હોવાથી આગમ ગ્રંથના પાને પાને અને અક્ષરે અક્ષર ચીરંજીવી બનેલી મહાવીર જીવન જાતમાં સમાઈ જવા પ્રયત્ન આદર્યો.
પગ કારને ઝીલ અને વધુને વધુ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org