________________
જય જયકાર
[ ૨૮૩ ] પ્રતિબેધ્યા, અને અહિંસાધર્મને ઝંડો ફરકાવ્ય. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર એ ચારે વર્ણમાં સૌ સમજી શકે એવી અર્ધમાગધી ભાષામાં અપાત ઉપદેશ અત્યંત ઉપકારક નીવડ્યો. તેમની શૈલી સરળ, સચોટ અને દષ્ટાંત સભર હતી. એટલે તેની અસર લેકહૃદય પર ખૂબ સુંદર પડી.
તે સમયે બ્રાહ્મણે યજ્ઞ કરાવતાં અને પુષ્કળ પશુઓને બલિદાન દેવા. પ્રભુએ અહિંસા ધર્મની પ્રચંડ ઘેષણ કરીને લેકેને જણાવ્યું કે “અહિંસા ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. સંયમ અને તપની આરાધનાપૂર્વક આરાધે અહિંસાધર્મ દેના પણ દેવ બનવાની શકિત જાગ્રત કરે છે.” પ્રભુની આવી ઉષણથી જાગ્રત થયેલા જનહૃદયમાં અહિંસા ધર્મનો ઝંડા લહેરાવા લાગ્યા.
દીપાવલી એટલે— અંતરમાં જ્ઞાનદિપક પ્રગટાવવાને સમય, અનંત ચૈતન્ય લક્ષમીના પૂજનને સમય. સરસ્વતી એટલે— જિનવાણીના પૂજનને સમય, - આત્માનંદ પ્રગટ કરવાને અમૂલ્ય સમય.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org