________________
[ ૨૮૨ ]
શ્રી મહાવીર જીવનત થાળ હાથમાં લઈ પ્રભુ સમીપે આવ્યા. અગીયાર ગણધર ક્રમસર પ્રભુની સન્મુખ ઉભા રહેતાં પ્રભુએ વાસચૂર્ણની મુઠ્ઠી ભરી “ તમને દ્રવ્ય ગુણ અને પર્યાયની અનુજ્ઞા છે” એમ બેલતાં પ્રથમ ઇન્દ્રભૂતિના મસ્તકે અને ત્યાર પછી સર્વ ગણધરના મસ્તકે વાસ નિક્ષેપ કર્યો. દેવતાઓએ પુપથી અને મનુષ્યએ અક્ષતથી વધાવ્યા. પાંચમા શ્રી સુધર્મ ગણધરને “આ ચીરંજીવી બની ધર્મને ઉદ્યોત કરશે” એમ કહી બધા મુનિઓમાં મૂખ્ય તરીકે તેમને ગણુની અનુજ્ઞા આપી. ત્યાર પછી પ્રભુ પાસેથી ઉપનેઈ વા, વિગઈ વા, ધુવેઈ વા, એ ત્રિપદી મેળવી ગણધરેએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગીની રચના કરી.
શતાનિક રાજાને ઘેર રહેલી ચંદનબાળાએ આકાશમાગે દેના ગમનાગમનથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ જાણી તેને પ્રભુની શિષ્યા બનવાની ભાવના તીવ્ર બનતાં ક્ષેત્ર દેવતાએ વિમાનમાં બેસાડી પ્રભુની પર્ષદામાં પહોંચાડી. ત્યાં અનેક રાજાઓની, અમાત્ય અને શેઠિયાઓની પુત્રીઓ સાથે વિચક્ષણ એવી ચંદનબાળાને પ્રભુએ પંચ મહાવ્રતના ઉચ્ચારણ સહિત પૂનિત પ્રવ્રયા આપી. સાધ્વીછંદમાં ચંદનબાળાને મૂખ્ય બનાવી પ્રભુએ પોતાના હાથે તેને પ્રવર્તિનીપદે સ્થાપી.
આ પ્રમાણે પ્રભુ મહાવીરે વૈશાખ સુદ અગ્યારસના દિવસે અપાપાનગરીના મહસેન વનમાં હજારે વ્યક્તિઓને સાધુધર્મમાં જેડી, હજારે સ્ત્રીઓ અને કુમારિકાઓને સાધ્વીપદે સ્થાપી, તથા સાધુત્વ પાળવામાં અસમર્થ ધર્મશ્રદ્ધાળુ ગૃહસ્થાને શ્રાવકધર્મમાં અને શ્રાવિકા ધર્મમાં જેડી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ એક જ સભામાં હજારે બ્રાહ્મણને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org