________________
જ્ઞાની
ડિતને
કે ન બોલ્યા
અર નથી એમ તક છે? વિજ્ઞાન તમને
[ ૨૮૦ ]
શ્રી મહાવીર જીવનત એ પણ સુસંગત અને શાસ્ત્રસિદ્ધ છે.” પ્રભુએ આ રીતે શંકાનું નિરસન કરી અચલભ્રાતા પંડિતને સત્યધર્મ સન્મુખ બનાવ્યા. નિર્મળભાવી એ પંડિતે પણ પિતાના શિષ્યપરિવાર સાથે પ્રભુ ચરણમાં ઝુકાવ્યું અને પ્રભુના નવમા શિષ્ય તરીકે ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
ત્યાર પછી અનંતજ્ઞાની પ્રભુ મહાવીર મેતા પંડિતને સત્કારતાં બોલ્યાઃ “આ આત્મબંધુ! તમને પુનઃજન્મ છે કે નહિ? એમાં શંકા છે? વિજ્ઞાનઘન ઈત્યાદિ પદોથી પરભવ નથી એમ તમે સ્વીકાર્યું છે. તેમ જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે એ નરકમાં જાય છે, એવા શ્રુતિવાક્યોથી તમે સંશયગ્રસ્ત થયા, પણ પ્રથમના શ્રુતિવચનને તમે વાસ્તવિક રીતે સમજ્યા નથી, તેથી જ તમે શંકામાં ફસાયા. તેમ તમારું અંતર “ભૌતિકવાદ તરફ વિશેષ ઢળતું રહ્યું છે. “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા ? એવી તમારી માન્યતા છે એ અગ્ય છે.” પ્રભુએ વેદના પદોથી જ ભૌતિકવાદનું ખંડન કર્યું અને આધ્યાત્મિકવાદની સિદ્ધિ કરી અને જીવ જેમ પૂર્વભવથી આ ભવમાં આવે છે તેમ અહીંથી પુનર્ભવમાં પણ જાય છે, એ શાસ્ત્રવચનથી સાબિત કરી બતાવતાં પ્રભુની અમૃતવાણથી મેતાર્ય પંડિતનું અંતર સ્વચ્છ બની ગયું. એ પણ શિષ્યમંડળી સાથે પ્રભુને સાધુધર્મ અંગીકાર કરી દશમા શિષ્ય તરીકે જાહેર થયા.
પ્રભુની દિવ્ય શક્તિથી પ્રભાવિત થયેલા પ્રભાસ પંડિત કે જેઓએ માત્ર સેળ વર્ષની વયે પ્રખર પંડિતાઈમેળવી હતી, એ સમર્થ બાલપંડિત પ્રભુની સામે નત મસ્તકે આવી ઉભા. પ્રભુએ તેમને અમીદ્રષ્ટિથી આવકારતાં કહ્યું: “આવે, પ્રભાસ ! તમને મોક્ષ છે કે નહિ ?” એવી શંકા છે ને ?
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org