________________
જય જયકાર
| [ ર૭૯ ] હોત તો તમને નરક વિશે શંકા જાગત નહિ. એ વેદવચનને અર્થ નારકી નથી એવું નથી પણ નારકી મરીને ફરીને નરકમાં ઉત્પન્ન થતો નથી, એવું પ્રતિપાદન થાય છે. અશુભ કર્મને ઉપાર્જન કરનાર વ્યકિત નરકગામી હોય છે. આથી નરક છે અને નારકીઓ પણ છે એવું નકકી થયું.”
પ્રભુના સત્ય અર્થપૂર્ણ વિવેચનથી અકમ્પિત પંડિતનો નારકી વિશે સંશય દૂર થયે, અંતરમાં સમિતિને દીવડે ઝળકી ઉઠ્યો. પિતાના પરિવાર સાથે પ્રભુ ચરણમાં પ્રવ્રજિત થઈ પ્રભુના આઠમા શિષ્ય થયા.
પછી અચલભ્રાતા પંડિતને સંબોધતાં પ્રભુ બેલ્યાઃ આવો, વિદ્વાન પંડિત! આવે, તમે પુણ્ય અને પાપના અસ્તિત્વની શંકામાં લેવાયા છે ખરું ને? શાસ્ત્રમાં એક બાજુ જણાવ્યું છે કે આ જગતમાં “ચેતનઅચેતન સ્વરૂપ જે દેખાય છે અને દેખાશે તે સર્વ પુરૂષ એટલે આત્મા જ છે.” તે સિવાય પુણ્યપાપ વગેરે પદાર્થ નથી. બીજી બાજુ “પુણ્યથી પુણ્ય બંધાય અને પાપથી પાપ બંધાય” એવું વેદવચન પણ હેવાથી તમે શંકાશીલ બન્યા. પરંતુ અચલભ્રાતા ! તમારે આ સંશય અયુફત છે. પહેલું વેદવચન આત્માની સ્તુતિ વાચક છે. “સર્વ વિદભુમય ન’ એવા પદે વિષ્ણુ એટલે આત્માને મહિમા વધારનારા છે. જેમ શ્રુતિમાં આત્માને મહિમા બતાવ્યું છે, તેમ પુણ્યપાપનું પણ પ્રતિપાદન તે છે જ. વળી પુણ્ય અને પાપ એ બે તત્ત્વ એટલા બધા પ્રસિદ્ધ છે કે સામાન્ય જન પણ સહેલાઈથી સમજી શકે છે કે જીવ પુણ્ય બાંધે તે સુખ ભેગવે અને પાપ બાંધે તે દુઃખ! આ સૈદ્ધાતિક વચન છે. પુનર્જન્મ અને કર્મતત્વનું અસ્તિત્વ એમાં જ સમાયેલું છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org